Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

HIMMATNAGAR: હિટ એન્ડ રન બાદ વિફરેલા ટોળાએ DySP ની જીપ સળગાવી પોલીસને દોડાવી

12:45 PM May 24, 2024 | VIMAL PRAJAPATI

HIMMATNAGAR: સાબરકાંઠામાં વાહનની ટક્કરમાં મોત મામલે અત્યારે સ્થિતિ વધારે વણસી ગઈ છે. તમને જણાવી દઈએ કે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ગામડી પાસે કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું. નોંધનીય છે કે, ઘટનામાં એકનું મોત થતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે. એટલું જ નહીં પરંતુ ઉશ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા અને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇ વે બ્લોક કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો રસ્તા પર આવી જતાં 5 કિમી સુધી વાહનોની લાંબી લાઇન લાગી ગઇ છે.

સ્થાનિકોના ટોળાએ ડીવાયએસપીની કારને આગ પણ લગાવી

નોંધનીય છે કે, આ ઘટનાની પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઇએ કે, ઉશ્કેરાયેલા ટોળાએ ડીવાયએસપીની કાર સહિત 3 કાર પર પણ પથ્થરમારો કર્યો હતો. ચોંકાવની વાત એ છે કે, સ્થાનિકોના ટોળાએ ડીવાયએસપીની કારને આગ પણ લગાવી હતી. સ્થિતિને કાબુમાં લેવા આવેલી પોલીસ પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસ છોડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી અટકાયતોનો દોર શરુ કર્યો હતો.

Accident in Himmatnagar

ટોળા વિરૂદ્ધ પણ કાર્યવાહીના પગલા ભરાવામાં આવશે: પોલીસ અધિકારી

પોલીસે અધિકારીએ જણાવ્યું કે, ‘અકસ્માતની જાણ થતાની સાથે પોલીસે ઘટના સ્થળ પર આવી ગઈ હતીં. પરંતુ સ્થાનિકોએ ચક્કાજામ કરીને હાઈવે બ્લોક કરી દીધો હતો, જેથી પોલીસની ત્રણ ગાડીએ મંગાવીમાં આવી હતીં. જો કે, ટોળાએ પોલીસની ગાડીઓ પર પણ પથ્થર મારો કર્યા અને પોલીસેની એક ગાડીને સળગાવી પણ દીધી હતી. અત્યારે અકસ્માતનો ગુનો તો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ તેની સાથે સાથે ટોળા વિરૂદ્ધ પણ કાર્યવાહીના પગલા ભરાવામાં આવશે.’

આખરે સ્થાનિકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કેમ કર્યો?

આ મામલે સ્થાનિક આગેવાને જણાવ્યું કે, ‘અહીં ઘણા સમય પહેલાથી બ્રિજ મંજૂર થયેલો છે, પરંતુ કામગીરી કરવામાં આવતી નથી. અહીં અનેક વાર અકસ્માત થયા છે અને આ પહેલા પણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું’ સ્વાભાવિક છે કે, અકસ્માતમાં મોતના કારણે સ્થાનિકોમાં રોષ હોય પરંતુ પોલીસ પર પથ્થરમારો અને પોલીસની ગાડી સળગાવી દેવી, આ કેટલી હદ સુધી યોગ્ય છે.

આ પણ વાંચો: Shankeshwar: શંખેશ્વરના ઘનોરા ગામેથી ઝડપાઈ કાતિલ પુત્રવધૂ, દિયર અને સસરાને આપ્યું હતું ઝેર

આ પણ વાંચો: HIMMATNAGAR : અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ હાઇ-વે કર્યો બ્લોક

આ પણ વાંચો: Gujarat First Ground Report: લીલી નાઘેર તરીકે ઓળખાતા ગીર સોમનાથમાં પીવાના પાણી માટે વલખા