+

Himachal Pradesh Congress: હિમાચલ પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષે જાહેર કર્યું મંડી બેઠક પર ઉમેદવારનું નામ

Himachal Pradesh Congress: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં કંગના રનૌત (Kangana Ranaut) ની સામે Congressે ઉમેદવાર (Congress Candidate) ની સત્તાવાર રીતે જાહેરાત કરી…

Himachal Pradesh Congress: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં કંગના રનૌત (Kangana Ranaut) ની સામે Congressે ઉમેદવાર (Congress Candidate) ની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. ભાજપે (BJP) કંગના રનૌત (Kangana Ranaut) ને 5મી પાદીમાં હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી.

  • Congress એ મંડી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યો
  • મંડીના લોકો હંમેશા Congress સાથે ઉભા રહ્યા
  • હાઈકમાન્ડમાં ચાલી રહેલા જૂથવાદને ઘટાડવાનો પ્રયાસ કરશે

ત્યારે Himachal Pradesh ની મંડી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં Congress વતી વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડશે. હિમાચલ પ્રદેશના Congress અધ્યક્ષ પ્રતિભા સિંહે આ માહિતીની સત્તાવાર જાહેરાત કરી છે. Himachal Pradesh ના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ અંગે સંકેત આપ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે દિલ્હીમાં CEC ની બેઠકમાં વિક્રમાદિત્ય સિંહના નામ પર ચર્ચા થઈ હતી.

મંડીના લોકો હંમેશા Congress સાથે ઉભા રહ્યા

સીએમ સુખુએ કહ્યું કે એ નિશ્ચિત છે કે અમને મંડીમાંથી યુવા નેતા મળશે. જ્યારે પ્રતિભા સિંહે કહ્યું કે વિક્રમાદિત્ય સિંહને મજબૂત ઉમેદવાર માનવામાં આવ્યા છે. પ્રતિભા સિમ્બેએ કહ્યું છે કે, અમને કોઈ ફરક પડતો નથી કે કંગના શું કરી અને બોલી રહી છે. વિકટ પરિસ્થિતિમાં પણ Congress એ મંડી બેઠક પર જીત હાંસલ કરી છે. મંડીના લોકો હંમેશા Congress સાથે ઉભા રહ્યા છે. પ્રતિભા સિંહે પહેલાથી જ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ની લડાઈ પોતાનું નામ હટાવી પોતાના પુત્રને સ્થાન આપ્યું હતું.

હાઈકમાન્ડમાં ચાલી રહેલા જૂથવાદને ઘટાડવાનો પ્રયાસ કરશે

જોકે અગાઉ રાજ્યસભા ચૂંટણી દરમિયાન મંડીની બેઠકને લઈ વિક્રમાદિત્ય સિંહને લઈ Congressમાં મતભેદો ઉત્પન્ન થયા હતા. ત્યારે Himachal Pradesh ની સુખુ સરકાર પર મુશ્કેલીના વાદળા ફરી વળ્યા હતા. વિક્રમાદિત્યને મેદાનમાં ઉતારીને Congress હાઈકમાન્ડમાં ચાલી રહેલા જૂથવાદને ઘટાડવાનો પ્રયાસ કરશે. રાજ્ય સરકારનું અસ્તિત્વ 1 જૂને લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો પર પણ નિર્ભર છે.

આ પણ વાંચો: Lok Sabha Election : ટિકિટ કપાઇ તો પૂર્વ સાંસદ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા

આ પણ વાંચો: સિદ્ધારમૈયાનો દાવો: કર્ણાટકમાં પણ ઓપરેશન લોટસ શરૂ, દરેક ધારાસભ્યને 50 કરોડ રૂપિયાની ઓફર

આ પણ વાંચો: Constitution of India ઘડનાર-દેશભરની શ્રેષ્ઠ પ્રતિભાઓ

Whatsapp share
facebook twitter