- મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશને ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો
- આ ડીપ ડિપ્રેશન ગુજરાતમાં આટલો વિનાશ વેરશે તેની કલ્પના પણ કોઇને ન હતી
- ડીપ ડિપ્રેશનનો ઘેરાવો પાકિસ્તાનના કુલ વિસ્તાર કરતા પણ વધારે
- ગુજરાતમાં મેઘરાજાએ રીતસર મેઘતાંડવ કર્યું
- મેઘતાંડવમાં છેલ્લા 3 દિવસમાં 15 લોકોના મોત થયા છે તો 23 હજાર લોકોનું રેસ્ક્યુહજું પણ 72 કલાક સાવચેત રહેવાની જરુર
Deep Depression :મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશને (Deep Depression) ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો. 25 તારીખની આસપાસ જ્યારે હવામાન શાસ્ત્રીઓએ એલર્ટ જાહેર કર્યું કે મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સહુ ચોંકી ગયા હતા. જો કે આ ડીપ ડિપ્રેશન ગુજરાતમાં આટલો વિનાશ વેરશે તેની કલ્પના પણ કોઇને ન હતી. 8.92 લાખ ચોરસ કિમીનું આ ડીપ ડિપ્રેશન જેમ જેમ ગુજરાત તરફ આગળ વધ્યું તેમ તેમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવા લાગ્યો અને ગુજરાત આખુ જળબંબાકાર બની ગયું..હજું પણ 72 કલાક ભારે છે કારણ કે અમદાવાદથી આગળ સરકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ જઇ રહ્યું છે.
ડીપ ડિપ્રેશનનો ઘેરાવો પાકિસ્તાનના કુલ વિસ્તાર કરતા પણ વધારે
ગત 25 ઓગષ્ટે મધ્યપ્રદેશના ગુના વિસ્તારમાં દક્ષિણ બાજુએ લો પ્રેશર સર્જાયું અને તેમાંથી ડિપ્રેશન બન્યું હતું અને ધીમે ધીમે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ. 8.92 લાખ ચોરસ કિમીનો ઘેરાવો ધરાવતું આ ડિપ્રેશન મનાય છે કે પાકિસ્તાનના કુલ વિસ્તાર કરતા પણ વધારે છે. ગયા વર્ષે વિનાશ વેરનાર બિપોરજોય વાવાઝોડું પૂર્વ પશ્ચિમ લંબાઇ 1400 કિમી અને ઉત્તર દક્ષિણ લંબાઇ 2 હજાર કિમી હતું.
આ પણ વાંચો—— Gujarat: સાચવજો..હજું ખતરો ટળ્યો નથી કારણ કે….
ડીપ ડિપ્રેશન આખા ગુજરાત પર ઢંકાઇ ગયું હતું
હાલ આ ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે તેનું કેન્દ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હતું. કેન્દ્રબિન્દુ વડનગર અને ઊંઝા ઉપરથી પસાર થયું હતું. આ ડિપ્રેશન પાકિસ્તાનના કરાચીથી લઈને ગુજરાત મુંબઈ સુધીના વિસ્તારોને આવરી લે તેટલું બધુ વિશાળ કાય છે. 26મીએ ગુજરાતમાં પ્રવેશ્યું ત્યાર બાદ સાંજે 5 વાગ્યાની આજુબાજુ તેનું કેન્દ્રબિન્દુ ઈડરના દક્ષિણમાં જોવા મળ્યું હતું જે હવે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ડીપ ડિપ્રેશન આખા ગુજરાત પર ઢંકાઇ ગયું હતું જેના પરથી જ અંદાજ આવી ગયો હતો કે ગુજરાત પર બહુ મોટી આકાશી આફત ઉતરી છે.
ગુજરાતમાં મેઘરાજાએ રીતસર મેઘતાંડવ કર્યું
ડીપ ડિપ્રશનના કારણે ગુજરાતમાં મેઘરાજાએ રીતસર મેઘતાંડવ કર્યું હતું અને વીતેલા 3 દિવસમાં મોટાભાગના સ્થળો પર પૂરની સ્થિતી પેદા થઇ છે. વડોદરા, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના મોટા શહેરો તો રીતસર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ગ્રામ્ય વિસ્તાર જળબંબોળ હાલતમાં છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મેઘતાંડવમાં છેલ્લા 3 દિવસમાં 15 લોકોના મોત થયા છે તો 23 હજાર લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું છે.
આ પણ વાંચો—- Gujarat Rain:રાજ્યમાં મેઘરાજાએ સર્જી તબાહી,જાણો ક્યાં કેટલો વરસ્યો મેઘો
મેઘતાંડવમાં છેલ્લા 3 દિવસમાં 15 લોકોના મોત થયા છે તો 23 હજાર લોકોનું રેસ્ક્યુ
અતિવૃષ્ટી કહી શકાય તેવા આ અતિ ભારે વરસાદના કારણે જવનજીવન ઠપ્પ છે. લોકો ઘરની બહાર નિકળી શકે તેમ નથી. લોકોના ઘરોમાં એક માળ સુધી પાણી ઘુસી ગયા છે તો દુકાનો પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. કરોડો રુપિયાનું નુકશાન થયું છે. ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા 4 દિવસમાં તો રાજ્યમાં સીઝનનો 25 ટકા વરસાદ વરસી ગયો છે.
Gujarat માં Red Alert , 72 કલાક અતિભારે | Gujarat First Live https://t.co/zx91W3iUTr
— Gujarat First (@GujaratFirst) August 28, 2024
હજું પણ 72 કલાક સાવચેત રહેવાની જરુર
હવે આ ડિપ્રેશન કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે હજું પણ 72 કલાક સાવચેત રહેવાની જરુર છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો–— Gujarat Rain : રાજ્યમાં આફતનો વરસાદ, ચોમાસાએ લીધો 99 નો ભોગ…