અમદાવાદમાં (Ahmedabad) આજે મેઘરાજાએ આજે મહેર કરી છે. અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે સવારથી વિવિધ વિસ્તારમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે શહેરીજનોને ભારે બફારા અને ગરમીથી રાહત મળી છે. શહેરનાં એસજી હાઈવે (SG Highway), નારણપુરા, વસ્ત્રાપુર, અખબારનગર (Akhbarnagar), વાડજ, નિકોલ, થલતેજ (Thaltej), ચાણક્યપુરી સહિતનાં વિસ્તારોમાં વરસાદ થતાં રોડ-રસ્તા અને સોસાયટીઓમાં પાણી ભરાયા છે.
રાજ્યમાં ભારે વરસાદ લઈને સરકાર એક્શનમાં । Gujarat First @Bhupendrapbjp @CMOGuj #Gujarat #Rain #Monsoon #Monsoon2024 #GujaratFirst #CMBhupendraPatel pic.twitter.com/DqBTsLTHxz
— Gujarat First (@GujaratFirst) July 25, 2024
શહેરમાં ઠેર ઠેર વરસાદ, AMC ની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી!
અમદાવાદમાં આજે વિવિધ વિસ્તારમાં વરસાદ થયો છે. એસજી હાઈવે, નારણપુરા (Naranpura), વસ્ત્રાપુર, અખબારનગર, વાડજ (Wadaj), નિકોલ, થલતેજ, ચાણક્યપુરી (Chanakyapuri) સહિતના વિસ્તારોમાં વરસાદ થતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારમાં તો સોસાયટીઓ અને મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ સાથે AMC ની પ્રિ-મોન્સૂન કામગીરીનું પણ પાણીમાં ધોવાણ થયું છે. માહિતી મુજબ, વરસાદી પાણી ભરાતા શહેરનો અખબારનગર અંડરપાસ (Akhbarnagar UnderPass) બંધ કરવામાં આવ્યો છે. જ્યારે એસ.જી.હાઇવે પર 20 મિનિટના વરસાદમાં પાણી ભરાયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા અને વાહનચાલકોને હાલાકી થઈ હતી.
પૂર્વમાં સોસાયટીઓ, મકાન અને મુખ્ય માર્ગ પર ઘૂસ્યા પાણી
શહેરનાં પૂર્વ વિસ્તારની સોસાયટીઓ, મકાન અને મુખ્ય માર્ગ પર ઢીચણસમા પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિઓ વચ્ચે લોકો રહી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરી તેમ છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી. વરસાદ બંધ થયા બાદ પણ 6 થી 8 કલાક સુધી વરસાદી પાણી ઓસરતા નથી. પૂર્વ વિસ્તારમાં નરોડા પાટિયાથી બાપુનગર (Bapunagar) જતાં રસ્તા પર, શુકન ચાર રસ્તા નજીક, નિકોલની સોસાયટીઓમાં અને ઠક્કરબાપાનગરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
આ પણ વાંચો – Mangroves-મેન્ગ્રોવ (ચેર) કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું
આ પણ વાંચો – Rajkot: ‘ચા’ નું આવું ઘેરણ! ચાલુ વરસાદે ‘ચા’ની ચૂસકી મારતો યુવક, Video થયો Viral
આ પણ વાંચો – VADODARA : વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં અવરોધ ઉભો થયાનો આરોપ !