Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી ગરમી, 2 દિવસમાં ગરમીનો પારો થશે 40 ને પાર

09:15 AM Mar 24, 2024 | Harsh Bhatt

રાજ્યમાં હવે હોળીનો તહેવાર નજીક છે તે પહેલા જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ સતત વધતું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ યલો એલર્ટ આપવામાં આવેલું છે, વધુમાં આવનાર સમયમાં રાજ્યમાં કેટલા વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી શકે છે. ચાલો જાણીએ રાજ્યામાં કેવા રહેશે ગરમીના હાલ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 દિવસ હીટવેવની આગાહી

રાજ્યભરમાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમી એટલી હદ સુધી વધી ગઈ છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેરની વાત કરીએ તો રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યના 4 શહેરોમાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 2 દિવસમાં ગરમીનો પારો 40 ને પાર પહોંચી શકે છે. વધતી જતી ગરમીને કારણે રાજ્યમાં સ્કૂલોનો સમય સવારનો કરવાની માગ વધી છે.

  • રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 38.3 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગર 38.5 ડિગ્રી તાપમાન
  • વડોદરા 38.6 ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી ડિગ્રી તાપમાન
  • કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન
  • ભૂજ 37.5 ડિગ્રી તાપમાન
  • ડિસામાં 37.4 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 36.6 ડિગ્રી તાપમાન
  • કંડલામાં 36.9 ડિગ્રી તાપમાન
  • મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન

દેશમાં 2024 માં ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે

ઉલ્લેખનીય છે કે,  આવનારા દિવસોમાં ગરમી કેટલી પડશે તે અંગે વિશ્વ હવામાન સંસ્થા એ એક અહેવાલ જારી કર્યો હતો જેમા કહેવામાં આવ્યું હતું કે, દેશમાં 2024 માં ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે. જેની શરૂઆત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધતું રહેશે, જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. આથી લોકોએ પણ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો : VADODARA : જિલ્લામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાનો સિલસિલો જારી