+

AMC ના નાક નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ…!

અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ અમદાવાદ મનપાના નાક નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ બેરોકટોક સાબરમતી નદીમાં ઠલવાઈ રહી છે ગંદકી સાબરમતી નદીમાં સતત ઠલવાઈ રહ્યું છે કેમિકલ AMC : અમદાવાદમાં પ્રદૂષણ…
  • અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ
  • અમદાવાદ મનપાના નાક નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ
  • બેરોકટોક સાબરમતી નદીમાં ઠલવાઈ રહી છે ગંદકી
  • સાબરમતી નદીમાં સતત ઠલવાઈ રહ્યું છે કેમિકલ

AMC : અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ બન્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના નાક નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ થઇ રહ્યું છે પણ ઘોર નિંદ્રામાં રહેલા તંત્રને કોઇ દરકાર નથી. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી યોજાઇ રહી છે. સતત પ્રદૂષિત થઈ રહેલી નદી મામલે હાઇકોર્ટ સમક્ષ આજે જવાબ રજૂ થઇ શકે છે. GPCB, AMC અને કોર્ટ મિત્ર આજે કોર્ટમાં જવાબ રજુ કરી શકે છે.

વાયરલ વિડિયોના આધારે કોર્ટે તંત્રને ફટકાર લગાવી હતી

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ વાયરલ વિડિયોનાં આધારે કોર્ટે તંત્રને ફટકાર લગાવી હતી.પીરાણા પાસેથી નદીમાં જઈ રહેલા CETP નાં પાણી મામલે કોર્ટે ફટકાર લગાવી હતી. ત્યારબાદ GPCB તરફથી એડિશનલ સોલીસિટર જનરલે વિગતવાર જવાબ રજૂ કરવા બાંહેધરી આપી હતી.

આ પણ વાંચો–Gujarat High Court : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ સુનાવણી, શાળાઓમાં Fire NOC ની હકીકત ચોંકાવનારી!

સતત પ્રદૂષિત થઈ રહેલી નદીને લઈને આજે GPCB, AMC અને કોર્ટ મિત્ર જવાબ રજૂ કરી શકે

અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદ મનપાના નાક નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ થઇ રહ્યું છે. બેરોકટોક સાબરમતી નદીમાં ગંદકી ઠલવાઈ રહી છે . નદીમાં સતત કેમિકલ ઠલવાઇ રહ્યું છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઇ રહી છે. સતત પ્રદૂષિત થઈ રહેલી નદીને લઈને આજે GPCB, AMC અને કોર્ટ મિત્ર જવાબ રજૂ કરી શકે છે.

અધિકારીઓ કાર્યવાહીના નામે ખાલી તિકડમબાજી કરી રહ્યા છે

જીવાદોરી સમાન સાબરમતી નદીમાં થઇ રહેલા પ્રદૂષણના કારણે સવાલો ઉભા થઇ રહ્યા છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે ? સાબરમતી નદીમાં પ્રદૂષણ માટે જવાબદાર કોણ છે ? કોની રહેમનજર હેઠળ ચાલે છે પ્રદૂષણનું પાપ? અને AMC અને GPCBની આંખે ક્યાં સુધી બંધાયેલા રહેશે પાટા? ..જો કે તંત્ર પાસે આ સવાલોના કોઇ જવાબ નથી. સવાલ થઇ રહ્યો છે કે અધિકારીઓને માત્ર હપ્તા લેવામાં જ રસ છે. અધિકારીઓ કાર્યવાહીના નામે ખાલી તિકડમબાજી કરી રહ્યા છે. હાઇકોર્ટની વારંવાર ફટકાર બાદ પણ કોઇ કાર્યવાહી કેમ કરાતી નથી તે પણ સવાલ છે.

આ પણ વાંચો–VADODARA : કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી વરસાદી કાંસના પૈસા “પાણીમાં”

Whatsapp share
facebook twitter