+

દૂધીના ઈન્સ્ટન્ટ ઢોકળા, જેમાં આથો લાવવાની પણ જરૂર નહીં પડે

ચાલો જાણીએ કેવી રીતે બનાવીશું આ દૂધીના ઢોકળા🔶 રીત : સૌ પ્રથમ મિક્સર જાર મા 1 કપ દૂધી, 1/2 કપ જેટલી કોથમીર,દહીં 1/2 કપ જેટલું, 2 નંગ લીલા મરચાં,મીઠું અને જરુરિયાત અનુસાર પાણી નાંખી ગ્રીન પેસ્ટ તૈયાર કરી લેવી.🔶 હવે એક બાઉલમાં દોઢ કપ રવો લઈ તેમાં તૈયાર કરેલ ગી્ન પેસ્ટ,2 ચમચી ચોખા નો લોટ,1 - 2 ચમચી જેટલો ચણા નો લોટ નાખી જરૂર મુજબ જ પાણી ઉમેરીને ઢોકળાનુ બેટર રેડી કરવુ.પછી 1/2 કલાક આ બેટર ને રેસ્ટ આપવો.🔶
ચાલો જાણીએ કેવી રીતે બનાવીશું આ દૂધીના ઢોકળા

🔶 રીત : સૌ પ્રથમ મિક્સર જાર મા 1 કપ દૂધી, 1/2 કપ જેટલી કોથમીર,દહીં 1/2 કપ જેટલું, 2 નંગ લીલા મરચાં,મીઠું અને જરુરિયાત અનુસાર પાણી નાંખી ગ્રીન પેસ્ટ તૈયાર કરી લેવી.
🔶 હવે એક બાઉલમાં દોઢ કપ રવો લઈ તેમાં તૈયાર કરેલ ગી્ન પેસ્ટ,2 ચમચી ચોખા નો લોટ,1 – 2 ચમચી જેટલો ચણા નો લોટ નાખી જરૂર મુજબ જ પાણી ઉમેરીને ઢોકળાનુ બેટર રેડી કરવુ.પછી 1/2 કલાક આ બેટર ને રેસ્ટ આપવો.
🔶 હવે આ બેટર મા 1 ચમચી ગરમ તેલ ઉમેરવુ.
🔶 હવે ગેસ ઓન કરી એક તપેલામાં પાણી નાખી સ્ટેન્ડ મૂકી તપેલા ને પિ્- હીટ કરી લેવુ.
🔶 હવે જ્યારે ઢોકળા રેડી કરવા હોય ત્યારે જ તેમા ઈનો   ઉમેરવો.લગભગ આ બેટર માથી બે થાળી ઢોકળા ની તૈયાર થશે તો તે  બંને થાળીમા 1/2 ચમચી ,1/2 ચમચી ઈનો અને 1 ચમચી પાણી ઉમેરવું.
🔶 હવે તેલથી ગી્સ કરેલ થાળીમાં ઢોકળાનુ બેટર પાથરી અગાઉ થી પિ્-હીટ કરેલ તપેલામાં મૂકી ઢોકળા ને 10-12 મિનિટ સ્ટીમ થવા દેવુ. વચ્ચે- વચ્ચે ચપ્પુથી ચેક કરી લેવુ ઢોકળા તૈયાર થઈ ગયા છે કે નહી. તો આ રીતે તૈયાર છે દૂધીના ઢોકળા.
🔶 આ તૈયાર થયેલા દૂધીના ઢોકળા ને તમે ગી્ન ચટણી, લસણની ચટણી, મગફળીના તેલ સાથે સવૅ કરી શકો છો.
🔶 જો ઢોકળા ઉપર વધાર કરવો હોય તો 1 ચમચી ગરમ તેલ કરી તેમાં 1/2 ચમચી રાઈ,1/2 ચમચી જીરું ,લીમડાના પાન, ચપટી હીંગ, તલ ઉમેરી વધાર તૈયાર કરી તૈયાર ઢોકળા ઉપર રેડવો.
Whatsapp share
facebook twitter