Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસો પરત ખેંચવા હાર્દિક પટેલનું સરકારને અલ્ટીમેટમ

02:01 PM May 15, 2023 | Vipul Pandya

ગુજરાતમાં ચૂંટણી પહેલાં ફરી એવાર ક્રોગ્રેસ -ભાજપ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે. એક તરફ તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ સહિત ઘણાં કોંગ્રેસીઓ ભાજપમાં જોડાવવાના છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. 
પાટીદાર યુવાનોએ અનેક વખત રજૂઆત કરી
23 માર્ચ સુધીમાં કેસો પરત ખેંચવા સરકારને રજૂઆત કરી. સાથે જ સરકારને એવું પણ કહ્યું કે, વિનંતી અને ચેતવણી બંને છે. હાર્દિક પટેલે અલ્ટીમેટમ આપીને એવી માગ કરી છે કે 23 માર્ચ સુધી સરકાર યુવાનો પર લાગેલા કેસ પરત ખેંચે. જો સરકાર પરત નહીં ખેંચે તો પાટીદાર યુવાનો ફરી વખત આંદોલન કરશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યમાં 400થી વધુ અલગ અલગ ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતાં, જે પૈકી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયમાં સરકારે 140 જેટલા કેસ પરત ખેંચ્યા હતા પરંતુ હજુ પણ અંદાજે 200 જેટલા કેસ પાટીદારો પર કેસ નોંધાયેલા છે, જે પરત ખેંચવા સરકારને પાટીદાર યુવાનોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સરકારે કોઈ પગલાં લીધા નથી. ત્યારે આ કેસ પરત ખેંચવા પાટીદારોએ વધુ એક વખત આંદોલનનો માર્ગ પકડ્યો છે.

ધારાસભ્યોને ગુલાબ આપી રજૂઆત કરશે
હાર્દિક પટેલે અલ્ટીમેટમ આપીને કહ્યું કે,’આંદોલન સમયના મારા પર 32 કેસ છે જે સરકાર પરત ન ખેંચે પરંતુ અન્ય યુવાનો પર જે કેસ લાગ્યા છે તે સરકાર પરત ખેંચેં. હાર્દિક પટેલે આ મુદ્દે સરકારને કહ્યું કે આ કેસોના કારણે અનેક યુવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ બીજા અનેક વર્ગોના યુવાઓને આ આંદોલનથી ફાયદો થયો છે. કેસ પરત ખેંચાય તે માટે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્યોને ગુલાબ આપી રજૂઆત કરશે તેમજ આંદોલનમાં જોડાવવા વિનંતી કરશે. તે 6 માર્ચે શહીદ પરિવારોને સાથે રાખીને આ મુદ્દે સંવાદ પણ કરશે.