+

Pakistan: શું બર્ગર કોઇનો જીવ લઈ શકે? પાકિસ્તાનમાં બની ચોંકાવનારી વારદાત

Pakistan: પાકિસ્તાનના કરાચી શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે, પાકિસ્તાનમાં આવી ઘટનાઓ બનવી કોઈ મોટી વાત નથી. અહીં એક નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારીના પુત્રએ સેશન જજના…

Pakistan: પાકિસ્તાનના કરાચી શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે, પાકિસ્તાનમાં આવી ઘટનાઓ બનવી કોઈ મોટી વાત નથી. અહીં એક નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારીના પુત્રએ સેશન જજના પુત્રની હત્યા કરી હતી. વિવાદનું કારણ એક બર્ગર હતું જે પોલીસ અધિકારીના પુત્રએ તેની ગર્લફ્રેન્ડ માટે મંગાવ્યું હતું. જજના 17 વર્ષના પુત્રએ અડધું બર્ગર ખાધું હતું, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી.

વિવાદનું કારણ એક બર્ગર હતુ

પોલીસે બુધવારે જાણકારી આપી હતી કે, આ ઘટના 8 ફેબ્રુઆરીએ કરાશીના પોશ એરિયા ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં થઈ હતી. પોલીસે આ મામલે તપાસ પૂર્ણ કરી દીધી છે. આ મામલે તપાસ કરતા પોલીસે અધિકારીએ વિગતો આપી કે, નિવૃત્ત એસએસપી નઝીર અહેમદ મીર બહારના પુત્ર દનિયાલ મીર બહારે કરાચી જિલ્લા દક્ષિણ સેશન જજ જાવેદ કેરિયોના પુત્ર અલી કેરિયોને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં દનિયાલની ગર્લફ્રેન્ડ શાઝિયા પણ ત્યાં પહોંચી હતી.

સુરક્ષા ગાર્ડની રાઈફલ લઈને અલીને ગોળી મારી દીધી

નોંધનીય છે કે, દાનિયાલે પોતાના અને શાઝિયા માટે જિંગર બર્ગનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ અલીએ કથિત રીતે એક બર્ગર અડધું ખાઈ લીધું હતું. પોલીસે જણાવ્યું કે, આનાથી દનિયાલ એટલો ગુસ્સે થયો કે તેણે તેની સુરક્ષા ગાર્ડની રાઈફલ લઈને અલી પર ગોળીબાર કર્યો, ત્યારબાદ અલીનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થઈ ગયું.

પોલીસે આગળની તપાસ હાથ ધરી

આ મામલે તપાસ કરતા અધિકારીએ જણાવ્યું કે, ‘દાનિયાલનો અલી સાથે એ વાતે ઝઘડો થયો હતો કે, તેણે પરવાનગી વિના અડધું બર્ગર કેમ ખાધુ? જે તેણે તેની ગર્લફ્રેન્ડ શાઝિયા માટે મંગાવેલું હતું. અધિકારીએ કહ્યું, ‘અમે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તે જેલમાં છે.’

આ પણ વાંચો: PM Narendra Modi એ ઇટાલીના PM Giorgia Meloni ને કર્યો ફોન, જાણો શું વાત કરી?

આ પણ વાંચો: સેલ્ફી લેવા જતા મહિલા સીધી જ જ્વાળામુખીમાં ખાબકી, ઘટના સ્થળે જ નિપજ્યું મોત

આ પણ વાંચો: SIPRI Report: જાણો, ભારત સૈન્ય સુરક્ષા અને હથિયારોની આયાતમાં વિશ્વસ્તરે કેમ પ્રથમ સ્થાને?

Whatsapp share
facebook twitter