+

Gondal ડિવિઝન પોલીસ દ્વારા 61.70 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો, 67 જગ્યાએ પાડી હતી રેડ

67 ગુનામાં કુલ 19365 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી ગોંડલ પોલીસે કુલ મળી 61.70 લાખનો મુદ્દામાલનો નાશ કર્યો 9 મહિના દરમિયાન શહેર અને તાલુકાની કુલ 67 જગ્યાએ પાડી હતી રેડ…
  1. 67 ગુનામાં કુલ 19365 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી
  2. ગોંડલ પોલીસે કુલ મળી 61.70 લાખનો મુદ્દામાલનો નાશ કર્યો
  3. 9 મહિના દરમિયાન શહેર અને તાલુકાની કુલ 67 જગ્યાએ પાડી હતી રેડ

Gondal: ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ગુન્હામાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. જે જોઈને પ્યાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા. ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમા 67 ગુનામાં કુલ 19365 વિદેશી દારૂની બોટલો કુલ કિંમત 61.70 લાખનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad : તોડકાંડમાં કથિત પત્રકાર જોડીને બચાવવા પોલીસ જ પ્રયત્નશીલ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિવિધ ગામોમાં 38 ગુનામાં 15,200 બોટલ મળી આવી હતી જેની કિંમત આશરે 48 લાખ 16 હજાર 592નો થાય છે. આ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનના 4 ગુનામાં 124 બોટલનો 16350 નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા અલગ અલગ 67 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી

નોંધનીય છે કે, Gondal સીટી એ અને બી ડિવિઝન અને તાલુકા પોલીસ તેમજ સુલતાનપુર પોલીસ દ્વારા 9 મહિના દરમિયાન શહેર અને તાલુકાના અલગ અલગ 67 જગ્યાએ રેડ પાડી હતી. જેમાં ગોંડલ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારોમાં 14 ગુનામાં 3391 બોટલ મળી કુલ કિંમત 11 લાખ 25 હજાર 110 મુદ્દામાલનો નાશ કરાયો હતો. જ્યારે ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 ગુનામાં 650 બોટલ અને 2 લાખ 12 હજાર કિંમતનો દારૂનો જથ્થો નાશ કરાયો હતો.

આ પણ વાંચો: Rajkot: મધુવન સ્કૂલ વિવાદમાં ફસાઈ, મંજૂરી વિના ચાલતા હતા ધોરણ 9-10ના ક્લાસ

પોલીસ દ્વારા ખુલ્લી જગ્યામાં દારૂનો નાશ કરાયો

Gondal શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં દારૂનો નાશ કરાયો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા. દારૂના નાશ દરમિયાન પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી. ઝાલા, સીટી એ ડિવિઝન PI એ.સી. ડામોર, બી ડિવિઝન PI જે.પી. ગોસાઈ, તાલુકા PI જે.પી. રાવ, સુલતાનપુર PSI આર.આર. સોલંકી, નશાબંધી અધિકારી હરદેવસિંહ ગોહિલ તેમજ સીટી અને તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Tarnetar: મેળાની ભવ્યતા અને પ્રભુતા ભૂલાઈ, ભાતીગળ મેળામાં સ્ટેજ પર થયો અશ્લીલ ડાન્સ!

Whatsapp share
facebook twitter