+

VADODARA : ગેંગ રેપના આરોપીઓના મકાન તોડવા માટે BJP નેતા મક્કમ, કોંગી આગેવાનનો વિરોધ

VADODARA : નવરાત્રીના બીજા નોરતે વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગ રેપ (BHAYLI GANG RAPE) ની ઘટના સામે આવી હતી. આ ઘટનાના 48 કલાકમાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે…

VADODARA : નવરાત્રીના બીજા નોરતે વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગ રેપ (BHAYLI GANG RAPE) ની ઘટના સામે આવી હતી. આ ઘટનાના 48 કલાકમાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને શહેરમાંથી જ દબોચી લીધા હતા. દરમિયાન વડોદરા પાલિકા દ્વારા શહેરના તાંદલજા વિસ્તારમાં એકતા નગરમાં ગેરકાયદે મકાનમાં રહેતા આરોપી મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારાને ત્યાં પાલિકાએ નોટીસ ફટકારીને ત્રણ દિવસમાં જવાબ રજુ કરવા માટે જણાવ્યું હતું. દરમિયાન આજે વોર્ડ નં – 10 ના ભાજપના કોર્પોરેટર નિતીન દોંગા (VADODARA BJP CORPORATOR NITIN DONGA) સ્થળ પર પહોંચ્યા હતા. અને ગેરકાયદેસર દબાણો (ILLEGAL HOUSE OF RAPE ACCUSED) દુર કરવા જણાવ્યું હતું. જ્યારે કોંગી અગ્રણી દ્વારા મકાનો દુર કરવાની વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને તે વાતને મુકવા માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન જણાવી હતી.

નિતીન દોંગા - વડોદરા વોર્ડ નં - 10 ભાજપ કોર્પોરેટર

નિતીન દોંગા – વડોદરા વોર્ડ નં – 10 ભાજપ કોર્પોરેટર

અધિકારીઓને ફોન કરીને ઘરની ડિટેઇલ કાઢવા જણાવ્યું

ભાજપના વોર્ડ નં – 10 ના કોર્પોરેટર નિતીન દોંગાએ જણાવ્યું કે, જે દિવસે (ગેંગ રેપના આરોપીઓ) આ લોકો પકડાયા હતા, ત્યારે હું ત્યાં ગયો હતો. આને કોઇ જ્ઞાતિ જોડે હું જોડતો નથી. કારણકે આવું કૃત્ય કરનાર કોઇ જ્ઞાતિના ના હોઇ શકે, આ લોકો રાક્ષસની જ્ઞાતિના હોય. પાલિકા દ્વારા નોટીસ આપવા અંગે ત્રણ દિવસ પહેલા મેં અધિકારીઓને ફોન કરીને ઘરની ડિટેઇલ કાઢવા જણાવ્યું હતું. પછી ત્યાં સ્થળ પર જઇને મેં વાત કરી, ત્યારે જાણ્યું કે આ બિલકુલ ગેરકાયદેસર મકાનો છે, તેને તોડવા માટેની નોટીસ આપવામાં આવી છે.

અમે કોઇ ગેરકાયદેસર કૃત્ય કરવા નથી માંગતા

વધુમાં તેમણે જણાવ્યું કે, ખુબ મોટી સંખ્યામાં ત્યાં સમુદાયના લોકો આવી ગયા હતા. તૈ પૈકી અસ્ફાક મલેક પણ ત્યાં હતા. તેમનો વિરોધ હતો કે, અમે તમને (મકાન) તોડવા નહીં દઇએ. તે લોકોને મેં સમજાવ્યા છે. છતાં તેઓ નહીં સમજે તો જે કાયદેસર કાર્યવાહી કરવાની હોય તે કરીશું. મને તો એ જ નથી સમજાતું કે અસ્ફાક ભાઇએ આમાં કેમ પડવું જોઇએ. અમે કોઇ ગેરકાયદેસર કૃત્ય કરવા નથી માંગતા, જે ગેરકાયદેસર બાંધકામ છે, તે અમે તોડવાના છીએ. અપરાધી સિવાયના કોઇ મકાનને અમે કંઇ કરવાના નથી. તે મકાનને બ્રેકરથી તોડી શકીશું. એક આરોપી વુડામાં ભાડાના મકાનમાં રહે છે, તેને દંડ કરીશું. તેનું મકાન નથી તોડીશું.

વડોદરા કોંગી આગેવાન અસ્ફાક મલેક

વડોદરા કોંગી આગેવાન અસ્ફાક મલેક

આપણી સિસ્ટમ કોઇક જગ્યાએ ફેઇલ જઇ રહી છે

આ તકે કોંગી આગેવાન અસ્ફાક મલેકે મીડિયાને જણાવ્યું કે, આરોપીઓને મકાન પર નોટીસ પાઠવવામાં આવી છે. તેમને માલિકીના પુરાવા રજુ કરવાના છે. તે તોડવા માટેની પ્રક્રિયા કરે, તેના હું વિરોધમાં છું. તેનું કારણ છે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે, કોઇ પણ આરોપી હોય, તે ફક્ત આરોપી છે, તેણે કોઇ ગુનો કર્યો છે તેના આધારે તમે તેના ઘર તોડવા જાઓ. તો તેનાથી તેના ઘર પરિવારનું શું. આરોપી જેલમાં છે, તેને તમારે જે કેપીટલ પનિશમેન્ટ કરવી છે. તેણે નિંદનીય પ્રવૃત્તિ કરી છે, તેને હું વખોડું છું. તે બાબતે મારામાં ખુબ રોષ છે. તે રોષ માટે હું કહું છું કે, તમે તેને મને સોંપો. કોઇ પણ વિશેષ સમુદાયનો વ્યક્તિ આવું કામ ના કરે, બીજુ પાસુ તે પણ વિચારવા જેવું છે કે, રોજ ગુજરાતમાં 7 દુષ્કર્મની ઘટના સામે આવે છે. રોજ આ રીતે ઘટનાઓ સામે આવતી હોય, તો આપણી સિસ્ટમ કોઇક જગ્યાએ ફેઇલ જઇ રહી છે.

તમે તેના ઘરવાળા પર જુલમ નથી કરી શકતા

વધુમાં તેમણે જણાવ્યું કે, અમારી માંગ લઇને અમે પહેલા રોડ પર ઉતર્યા હતા. અમે માંગ કરી આ લોકોને વહેલામાં વહેલી તકે સજા કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમાામ પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ફાંસીના માચડે ચઢાવવામાં આવે તેવી અમારી માંગ છે. પરંતુ તેનું ઘર તોડવાની રાજનિતી તમે કરતા હોવ તો, બીજેપીની કિન્નાખોરીની રાજનિતી છે. હું તેના ખીલાફ છું. તેના કારણે તમે તેના ઘરવાળા પર જુલમ નથી કરી શકતા. એક વ્યક્તિ ગુનેગાર છે તેની સજા તેના પરિવારને ના મળવી જોઇએ. એટલે અમે આ બાબતને રાજકીય કિન્નાખોરી છે. બીજેપી પોતાના જાણીજોઇને બુલડોઝરની રાજનિતીથી ફેમસ થવાની રાજનિતી અપવાની રહી છે. તેનો અમે વિરોધ કરી રહ્યા છે.

રાજનિતી કરવા માટે શો બાજી કરી રહ્યા છે

આખરમાં જણાવ્યું કે, તેઓ (ભાજપ કોર્પોરેટર) દિકરીના ઘરે નથી ગયા, તેમણે ઓફીસમાં બેઠા નિવેદન આપી રહ્યા છે. તેઓ રાજનિતી કરવા માટે શો બાજી કરી રહ્યા છે. આપણે સમાજના સેવક છીએ. સમાજને ફાયદો કેવી રીતે પહોંચે તે જોવાનું છે. જેણે ગુનો કર્યો છે, તેને સજા અપાવવા આપણે સાથે મળીએ. પણ જેણે ગુનો નથી કર્યો તેને તમે સજા અપાવો તેના હું વિરોધમાં છું.

આ પણ વાંચો — VADODARA : પાલિકા કમિશનરની અવર-જવર વેળાએ અવરોધ ઉભો કરનાર સામે ફરિયાદ

Whatsapp share
facebook twitter