- ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કમિશનરને આપી કડક સૂચના
- તમામ આરોપીઓને આજે રાત્રે જ ઝડપી પાડવા આદેશ આપ્યા
- શાંતિ ડહોળનારા તત્વોને ઝડપીને જેલ ભેગા કરવા આદેશ આપ્યા
Surat: સુરતના ગણપતિ પંડાલમાં પથ્થરમારા થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે. હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે, તમામ આરોપીઓને આજની રાત્રે જ ઝડપી પાડવા અને શાંતિ વિક્ષેપક તત્વોને તાત્કાલિક રીતે જેલમાં બંધ કરવામાં આવે.
Suratની ઘટના બાબતે ગૃહરાજ્યમંત્રી Harsh Sanghviની સ્પષ્ટ સૂચના : ગણેશ પાંડાલ પર પત્થરમારો કરનારને નહિ બક્ષવામાં આવે । Gujarat First
@sanghaviharsh @CP_SuratCity@GujaratPolice @Bhupendrapbjp@vishvek11 @GujaratFirst#Surat #HarshSanghvi #GujaratPolice #SuratPolice… pic.twitter.com/UOrgRzi0bs— Gujarat First (@GujaratFirst) September 8, 2024
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી સૂચનાઓ
Surat શહેરમાં વધતી અનિશ્ચિત સ્થિતિને લઈને હર્ષ સંઘવી એ અધિકારીઓને શાંતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. તેમણે ખાસ કરીને રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન કરીને આરોપીઓને ઝડપી લેવાની કડક સૂચના આપી છે. આ સાથે, શાંતિ વિક્ષેપક તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી છે.
Surat પથ્થરમારા મામલે Police કમિશનર અનુપમસિંહ ગહેલોતનું નિવેદન । Gujarat First
@CP_SuratCity @GujaratPolice @sanghaviharsh @Bhupendrapbjp @vishvek11 @GujaratFirst #Surat #SuratPolice #GujaratPolice #GujaratFirst #HarshSanghvi #Ganesha pic.twitter.com/qkRn4Wespp— Gujarat First (@GujaratFirst) September 8, 2024
કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશેઃ મુકેશ દલાલ
મળતી વિગતો પ્રમાણે Surat ના વરિયાવી ગણેશ પંડાલમાં પથ્થરમારા થતા ભારે વિવાદ સર્જાયો છે. નોંધનીય છે કે, લાલગેટ અને ચોક બજારમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પંડાલ સંચાલક અને સ્થાનિક યુવકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને જણાવ્યું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ગુજરાત ફર્સ્ટ પર સાંસદ મુકેશ દલાલે કહ્યું છે કે, આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાનું પાલન કરાવવું જરૂરી છે. દલાલે પણ પોલીસને તમામ યોગ્ય કાર્યવાહી કરવા અને નાગરિકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ સ્થિતિને કારણે આકસ્મિક કાર્યવાહી અને પોલીસની અસરકારક કામગીરીની જરૂર છે, જેથી શાંતિ પુનઃસ્થાપિત થઈ શકે.