+

Bhavnagar જિલ્લાનું એક એવું ગામ જે ભારે વરસાદ આવે એટલે બની જાય છે સંપર્ક વિહોણું, જાણો સંપૂર્ણ વિગત

છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક પડતર પ્રશ્નો પડતર હેરાન કરી રહ્યાં છે તાલુકા પંચાયતથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી નવી કામરોલ ગામ એવું છે જેની બંન્ને બાજુ નદી વહે છે…
  1. છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક પડતર પ્રશ્નો પડતર હેરાન કરી રહ્યાં છે
  2. તાલુકા પંચાયતથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી
  3. નવી કામરોલ ગામ એવું છે જેની બંન્ને બાજુ નદી વહે છે

Bhavnagar: ભાવનગર જિલ્લાના તાલુકામાં એક એવું ગામ છે કે, જ્યારે ભારે વરસાદ આવે અને નદીમાં પૂર આવે એટલે આખું ગામ સંપર્ક વિહોણું બને છે. સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક પડતર પ્રશ્નો પડતર છે. તેવી જ રીતે તળાજા તાલુકાના નવી કામરોળ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે.

આ પણ વાંચો: Rajkot: આલણસાગર તળાવની ઓવર ફલો થવાની સ્થિતિમાં, કિનારે બાળકો ઉત્સાહથી સ્નાન કરતા જોવા મળ્યા

ગામની બંને બાજુ નદી છે જેથી ભારે વરસાદમાં પાણી આવે છે

ભાવનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે અહીં નેતાઓ મોટા મોટા વચનો આપી અને ગામ લોકો પાસેથી વોટ લઈ જાય છે. પરંતુ ગામ લોકોનો પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. નવી કામરોલ ગામ એક એવું ગામ છે કે, ગામની બંને બાજુ નદી છે જેથી ભારે વરસાદ હોય ત્યારે બંને નદીમાં પાણી આવે છે. જેથી ગામમાં કોઈ પ્રવેશ પણ ન કરી શકે અને ગામમાંથી બહાર પણ કોઈ ન જઈ શકે બહારગામ ગયેલા લોકો સામા કાંઠે જ રહે અને વાડીમાં ગયેલ લોકો પણ વાડીમાં જ રાત વીતાવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

આ પણ વાંચો: Bhavnagar ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર

પ્રશ્નનું નિરાકરણ આવશે તેવી લોકોને છે અપેક્ષા

આ ગામની હાલત એવી છે કે સ્કૂલ પણ સામે કાંઠે અને જો સ્કૂલ શરૂ હોય અને વરસાદ આવે અને નદીમાં પાણી આવે તો તમામ બાળકો સામા કાંઠે રહી જાય આવી પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવી રહી છે. આજે નવી કામરોલ ગામના સરપંચ અશોકસિંહ સરવૈયા સાથે થયેલ ટેલીફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે હવે તળાજાના હાલના ધારાસભ્ય અને સાંસદ આ પ્રશ્નનું નિરાકરણ લાવશે તેવી અપેક્ષા ગામ લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો: Devara – Part 1: માત્ર બે જ દિવસમાં કરી બંપર કમાણી, ટિકિટ લેવા માટે ફેન્સ કરી રહ્યા છે પડાપડી

Whatsapp share
facebook twitter