+

kutch: લખપતમાં વરસાદ બાદ રહસ્યમય તાવે મચાવ્યો કહેર, ટપોટપ થઈ રહ્યા છે લોકોના મોત

કચ્છમાં વરસાદ બાદ રહસ્યમય તાવના કારણે ફેલાઈ બીમારી આશરે 15 થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા લીધી સ્થળ મુલાકાત kutch:…
  1. કચ્છમાં વરસાદ બાદ રહસ્યમય તાવના કારણે ફેલાઈ બીમારી
  2. આશરે 15 થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું
  3. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા લીધી સ્થળ મુલાકાત

kutch: કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યારે રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. ચોકાવનારી વાત એ છે કે, કચ્છમાં રહસ્યમય તાવના કારણે બીમારી ફેલાઈ છે. જેના કારણે કથિત રીતે અનેક લોકોના મોત થયાનં સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે લખતપ તાલુકામાં આ રહસ્યમય બીમારી ફેલાઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આશરે 15 થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: કાલુપુર રેલવે સ્ટેશન જવાના છો? તો રહેજો સાવધાન- આ રસ્તાઓ પોલીસે કર્યા બંધ

અધિકારીઓ તપાસ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા

મહત્વની વાત એ છે કે, અત્યારે આ રહસ્યમય તાવના કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યાં છે. જેને લઈને તંત્રમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી વિગતો પ્રમાણે આરોગ્ય કમિશનર અને અધિકારીઓ પણ આ મામલે તપાસ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. વિગતો એવી પણ સામે આવી છે. શંકાસ્પદ કેસોની નમૂના લઈને તેની તપાસ માટે પુના મોકલવામાં આવ્યાં છે કે જેથી આ મામલે વધારે જાણકારી મેળવી શકાય અને લોકોના આરોગ્યમાં સુધાર લાવવા માટે પ્રયત્ન કરી શકાય.

આ પણ વાંચો: સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી અને…

શંકાસ્પદ કેસોની નમૂના લઈને તપાસ માટે પુના મોકલાયા

કચ્છ જિલ્લાની તાવના કેસોની વધતી સંખ્યાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય મંત્રી, કચ્છના લખપત ગામે વીસિટ કરી ત્યાં તાવથી થયેલ મૃત્યુના કિસ્સાઓની પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને તાવના કેસોને સમજીને જરૂરી પગલાં લેશે. આરોગ્ય મંત્રીએ સાથે શિક્ષણ રાજ્ય અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સાથે પણ કચ્છની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. આ વિઝીટમાં તેઓ લખપત અને અબડાસા તાલુકાઓમાં શંકાસ્પદ તાવના કેસોને લગતા પરિસ્થિતિનો વિગતવાર જઇને અંદાજ લેવાનો છે.

આ પણ વાંચો: Parshottam Rupala સામે ફરી એકવાર રાજપૂત સમાજ આકરા પાણીએ, તમામ હોદ્દા પરથી મુક્ત કરવા માંગ

પ્રભારી મંત્રી પાનસેરીયા એ જણાવ્યું છે કે, ‘‘આજના સમયે તાવના કેસોની વધતી સંખ્યા એક ગંભીર સમસ્યા બની છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી, જગ્યા પર જઇને લોકોની આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરીશું.’’ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે આરોગ્ય મંત્રીએ એક સમીક્ષા બેઠક યોજી, જેમાં હાલની આરોગ્ય સ્થિતિ અને તાવના કેસોના નિયંત્રણ માટેના પ્રયત્નો પર ચર્ચા થશે. આ બેઠકનો ઉદ્દેશ સ્થિતિમાં સુધારો લાવવો અને લોકો માટે સારા આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવો છે.

Whatsapp share
facebook twitter