+

Surat: ‘ISI સે બોલ રહા હું…’ હિન્દુ નેતા ઉપદેશ રાણાને ફરી જાનથી મારી નાખવાની ધમકી

ઉપદેશ રાણાને વોટ્સએપ કોલ દ્વારા ધમકી આપવામાં આવી બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ગોડાદરા પોલીસ મથકમાં અરજી અગાઉ મૌલવી દ્વારા હત્યાની ધમકી આપતા કરાઈ હતી ધરપકડ Surat: સુરત રહેતા હિન્દૂ નેતા…
  1. ઉપદેશ રાણાને વોટ્સએપ કોલ દ્વારા ધમકી આપવામાં આવી
  2. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ગોડાદરા પોલીસ મથકમાં અરજી
  3. અગાઉ મૌલવી દ્વારા હત્યાની ધમકી આપતા કરાઈ હતી ધરપકડ

Surat: સુરત રહેતા હિન્દૂ નેતા અને સમાજસેવક ઉપદેશ રાણાને ફરીથી મળી એકવાર ધમકી મળી છે. મળતી વિગતો પ્રમાણે Updesh Rana ને વોટ્સએપ કોલ દ્વારા ધમકી આપવામાં આવી છે. વોટ્સએપ કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આવી ધમકી મળતા ઉપદેશ રાણાએ સુરત (Surat)ના ગોડાદરા પોલીસ મથકમાં અરજી કરી છે. અગાઉ સુરત (Surat)માં મોલવી દ્વારા ઉપદેશ રાણાને હત્યાની ધમકી આપતા મૌલવીની ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચો: Bharuch: બાળકને સાપ કરડ્યો તો હોસ્પિટલને બદલે તાંત્રિક પાસે લઈ ગયાં, અકાળે માસૂમનું મોત

છેલ્લા 1 મહિનાથી મળી રહીં છે ISI ની આવી ધમકીઓ

ઉપદેશ રાણાને કોલ આવ્યો કે, ‘ISI સે બોલ રહા હું, હમારે અભી કુછ હી લોક પોલીસને અરેસ્ટ કિયે હૈ, અભી બહોત લોક તેરી હત્યાં કરને કે લિયે પુરે ભારત મેં તેરે પીછે ઘુમ રહે હૈ’ વધુમાં કહ્યું કે, ‘બહોત હી જલ્દ તેરી ગાડી કે નીચે બમ લગાકાર તેરી હત્યાં કર દી જાયેગી’ મળતી વિગતો પ્રમાણે છેલ્લા 1 મહિનાથી ISI દ્વારા આવી ધમકીઓ આપવામાં આવી રહીં છે. નોંધનીય છે કે, ISI દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. ગતરોજ ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે ઉપદેશ રાણા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Polo Forest જવાનો પ્લાન હોય તો પહેલા આ જાહેરનામું વાંચી લ્યો! નહીં તો ખોટો ધક્કો પડશે

ઉપદેશ રાણાને સરકાર દ્વારા X કેટેગરી સુરક્ષા આપી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સરકાર પાસે સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઉપદેશ રાણાને સરકાર દ્વારા X કેટેગરી સુરક્ષા આપી છે. જો કે, X કેટેગરી સુરક્ષા માત્ર ગુજરાત પૂરતી જ છે. સામાજિક કાર્યો માટે અન્ય રાજ્યોના પ્રવાસ હોવાથી સુરક્ષા વધારવા પણ માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: નઘરોળ, નિર્લજ્જ અને નપાણિયા તંત્રની વધુ એક લાલિયાવાડી! વહીવટી તંત્રની ઘોર બેદરકારી

Whatsapp share
facebook twitter