- રાજ્યમાં ફરીથી ધારાસભ્ય વર્સીસ અધિકારીનો જંગ
- જીગ્નેશ મેવાણી અને રાજકુમાર પાંડિયન સામસામે
- દલિતોના પ્રશ્નો મુદ્દે મળવા ગયા હતા જીગ્નેશ મેવાણી
- IPS અધિકારીએ અમારું અપમાન કર્યુ છુંઃ મેવાણી
IPS officer Vs Jignesh Mevani: ગુજરાતનું રાજકારણ અત્યારે ખુબ જ ચર્ચામાં આવી રહ્યું છે. વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને IPS અધિકારી સામસામે આવ્યાં હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, રાજ્યમાં ફરી એકવાર ધારાસભ્ય વર્સીસ અધિકારીનો જંગ જામ્યો છે. વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ( Jignesh Mevani ) દલિતોના પ્રશ્નો મુદ્દો અધિકારીને મળવા ગયા હતા આ દરમિયાન બોલાચાલી થઈ હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, IPS અધિકારીએ અમારું અપમાન કર્યું છે.
ગાંધીનગરથી દિવસના સૌથી મોટા સમાચાર
IPS અધિકારી અને કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા સામસામે
IPS અધિકારીએ અમારું અપમાન કર્યુ છુંઃ મેવાણી
50 લાખ દલિતોના આત્મસન્માનનો સવાલઃ મેવાણી@jigneshmevani80 #Gujarat #Gandhinagar #BigBreaking #JigNeshMevani #IPS #MLA #GujaratFirst pic.twitter.com/sQRxdMj1rA— Gujarat First (@GujaratFirst) October 15, 2024
MLA જીજ્ઞેશ મેવાણી અને IPS અધિકારી વચ્ચે ચકમક ઝરી
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, ‘IPS અધિકારીએ અમારું અપમાન કર્યુ છે. પ્લોટ ફાળવણીના મુદ્દાને લઈને મળવા ગયા હતા.’ IPS અધિકારીએ કહ્યું હતું કે, તે ધારાસભ્ય છો, તો તમે ટીશર્ટ પહેરીને કેમ આવ્યા?, એમ કહીને અપમાનીત કર્યા હોવાનું ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. MLA એ કહ્યું કે, IPS રાજ કુમાર પાંડીયને અમારા ફોન બહાર મુકાવ્યા હતા. વધારે વિગતે વાત કરવામાં આવે તો, MLAએ વિશેષાધિકાર હનન અંગે વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી છે.
આ પણ વાંચો: Vav assembly by-election: પોતાના જ ગઢમાં જીત માટે શંકાના વાદળ! ગેનીબેને કહ્યું – ‘પ્રયત્ન કરીશું’
તમે ટીશર્ટ પહેરીને કેમ આવ્યા?, એમ કહીને અપમાનીત કર્યાઃ MLA
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) અને IPS અધિકારી વચ્ચે અત્યારે મોટી બબાલ સામે આવી છે. IPS અધિકારીએ અપમાન કર્યું હોવાનું ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મીડિયા સામે જણાવ્યું છે. આ વિવાદ અત્યારે વધારે આગળ વધે તેવું પણ લાગી રહ્યું છે. ફોન બાબતે, કપડાં પહેરવા બાબતે અને ભાષા બાબતે IPS અધિકારીએ અપમાન કર્યું હોવાનું ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું છે. નોંધનીય છે કે, આ બાબતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિધાનસભા અધ્યક્ષને પણ રજૂઆત કરી છે. તો હવે જોવાનું એ છે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો: Valsad : ઘરમાં એકલતાનો લાભ લઈ નરાધમ પિતાએ જ પોતાની 14 વર્ષીય પુત્રીને પીંખી નાંખી!