+

GUJARAT માં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસ્યો અનરાધાર વરસાદ

GUJARAT : છેલ્લા 24 કલાકમાં મેઘરાજા GUJARAT માં મન મૂકીને વરસ્યા છે. GUJARAT રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સુરતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં વરસાદ…

GUJARAT : છેલ્લા 24 કલાકમાં મેઘરાજા GUJARAT માં મન મૂકીને વરસ્યા છે. GUJARAT રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સુરતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં વરસાદ અનરાધાર વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 11 અને પલસાણામાં 10 ઇંચ વરસાદ ખાબકયો છે.નવસારીના ખેરગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે.જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે સુરતના કામરેજ, બારડોલીમાં સવા 8 ઇંચ વરસાદ વરસ્યો છે. વધુમાં આગળ દ્વારકાની વાત કરવામાં આવે તો ત્યાં પણ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે.દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.ડાંગના વધઈમાં પણ સાડા 7 ઇંચ વરસાદ વરસ્યો હતો.તાપીના વ્યારા અને નવસારીના વાંસદામાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો.જામનગરના જોડિયા,કચ્છના માંડવીમાં પણ 6 ઇંચ વરસાદ આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો

દક્ષિણ ગુજરાતમાં 24 તાલુકામાં 5 થી સાડા 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના મહુવા, ડાંગ-આહવા,મુન્દ્રામાં 6 ઇંચ વરસાદ અને તાપીના ડોલવણ,નવસારીના જલાલપોરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો.બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો.આગામી સમયમાં પણ વરસાદ રોકાય તેવા એંધાણ દેખાઈ રહ્યા નથી.સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છ,જામનગર અને ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વધુમાં મળતી માહિતી મુજબ આગામી 28 જુલાઇ સુધી રાજ્યમાં 70થી 100 ટકા વરસાદ થશે તેવી સંભાવનાઓ છે.

ભીમગજા મીઠી ખારી તળાવ ઓવરફ્લો થયો

દ્વારકા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે તેના કારણે દ્વારકા તાલુકામાં આવેલ ભીમગજા મીઠી ખારી તળાવ ઓવરફ્લો થયો છે.દ્વારકા તાલુકાના ભીમગજા તળાવ વરસાદી પાણીથી ઓવરફલો થતા આસપાસના ખેતરોમાં પાકને નુકસાન થાય તેવી શક્યતા પણ છે. બીજી તરફ ખંભાળિયા ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક સતત ચાલુ રહેતા ઘી ડેમ ઓવરફ્લો થયો છે.સલાયા સહિતના વિસ્તાર માટે જીવાદોરી સમાન ગણાતો ઘી ડેમ ઓવર ફલો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Rain 2024 : આગામી 3 કલાક થઇ શકે દે..ધનાધન..! ચેતજો…

Whatsapp share
facebook twitter