+

GONDAL : ગોંડલ નાગરીક બેંકની ચુંટણીમાં બંન્ને પક્ષે કાંટે કી ટક્કર

GONDAL : ગોંડલ નાગરિક બેંક નાં ડીરેકટરો ની ચુંટણી આગામી તા.૧૫ રવિવાર નાં યોજાનાર છે. ત્યારે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. નાગરિક બેંક ની ચુંટણી સામાન્ય ગણાતી હોય છે. પણ ગોંડલ…

GONDAL : ગોંડલ નાગરિક બેંક નાં ડીરેકટરો ની ચુંટણી આગામી તા.૧૫ રવિવાર નાં યોજાનાર છે. ત્યારે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. નાગરિક બેંક ની ચુંટણી સામાન્ય ગણાતી હોય છે. પણ ગોંડલ માં ચુંટણીને લઈ ને ધારાસભા ની ચુંટણી જેવો માહોલ ગરમાયો છે. બેંક ની ચુંટણી વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે પ્રતિષ્ઠા નો જંગ બની છે. તો સામા પક્ષે પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ બહુમત હાંસીલ કરવા એડીચોટી નું જોર લગાવી રહ્યા હોય રાજકીય ઉતેજના ફેલાઈ છે. આગામી રવિવાર નાં નાગરિક બેંક ની ચુંટણી યોજાઇ રહીછે. પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની રાહબરી હેઠળ ભાજપ પ્રેરીત પેનલ ચુંટણી લડી રહીછે. સામા પક્ષે કોંગ્રેસ નાં યતિષભાઈ દેસાઈ ની આગેવાની હેઠળ નાગરિક સહકાર સમિતી ની પેનલ ચુંટણી લડી રહીછે.

ચુંટણી નો માહોલ ‘હાઇવોલ્ટેજ’ સમો બનવા પામ્યો

નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને તેની પેનલ દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષ માં બેંક નાં વિકાસ અને પ્રગતિ ની ગવાહી અપાઇ રહીછે.તો સામા પક્ષે વર્તમાન સતાધીશો નાં સાશન નાં છીંડા શોધી લોકો સમક્ષ રજુ કરાઇ રહ્યા છે.જેને લઈ નુ ચુંટણી નો માહોલ ‘હાઇવોલ્ટેજ’ સમો બનવા પામ્યો છે. સામાન્ય રીતે બેંક ની ચુંટણીની ખાસ નોંધ સુધ્ધા લેવાતી હોતી નથી.પરંતુ ગોંડલ ની રાજકીય તાસીર હમેંશા ગરમ રહીછે.ત્યારે શહેરમાં મોટા હોર્ડિંગ, ચોપાનીયા,અને જાહેરસભા સાથે ડોર ટુ ડોર નો પ્રચાર ચાલી રહ્યો હોય બન્ને પક્ષે ચુંટણી નું કેટલુ અને કેવુ મહત્વ છે.એ સાબીત થઈ રહ્યુ છે.બેંક નાં વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે આ ચુંટણી એસિડ ટેસ્ટ સાબીત થશે. ૫૮૦૦૦ થી વધુ સભાસદો ધરાવતી નાગરિક બેંક માં સભાસદો ‘એક દિન કા સુલતાન બની સત્તાનો તાજ કોને પહેરાવશે તે કહેવુ અકળ ગણાશે.

મતદાન સમયે કાયદો વ્યવસ્થા જળવાય તેવી માંગ કરાઇ

ગોંડલ માં બહુ ચર્ચિત બનેલી નાગરિક બેંક ની ચુંટણી તા.૧૫ રવિવાર નાં યોજાનાર છે.ત્યારે મતદાન સમયે અરાજકતા સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાએ પુરો બંદોબસ્ત જાળવવા જીલ્લા પોલીસ વડા ઉપરાંત ડીવાયએસપી તથા પીઆઇ ને રજુઆત કરીછે. અપક્ષ ચુંટણી લડી રહેલા પ્રતિપાલસિંહ ઝાલાએ રજુઆત માં જણાવ્યું કે કેટલાક ઉમેદવારો ની મીલીભગત થી વાતાવરણ ડહોળાયુ છે.અને ઘર્ષણ થઈ શકેછે.વધુમાં બાહુબલીઓ ચુંટણી લડતા હોય મતદાન મથકે અરાજકતા સર્જાવા ની દહેશત હોય ન્યાયિક પણે ચુંટણી યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા રજુઆત માં જણાવાયુ છે.

ગોંડલ નાગરિક બેંક માં નવા મતદારો અંગે મનાઈ હુકમ માંગતી અરજી ફગાવતી લવાદ કોર્ટ

ગોંડલ નાગરિક સહકારી બેંક ની ચુંટણી તા.૧૫ નાં યોજાનાર છે.ત્યારે મતદાર યાદી માં નોંધાયેલા નવા મતદારો મતદાન કરી ના શકે અથવા મતદાન થાય તો તેની મતગણતરી અટકાવવા તેવો લવાદ કેસ બેંક નાં ડીરેકટર યતિષભાઈ દેસાઈ દ્વારા દાખલ કરી મનાઈ હુકમ મંગાયો હતો.જે લવાદ કોર્ટ દ્વારા નામંજૂર કરતો હુકમ ફરમાવાયો છે.

હાઇકોર્ટ માં દાખલ કરાયેલ એલપીએ પરત ખેંચાઇ

પ્રાપ્ત વિગત મુજબ યતિષભાઈ દેસાઈએ બેંક દ્વારા નોંધાયેલા ૩૮૦૦ નવા મતદારો સામે હાઇકોર્ટ માં એલપીએ દાખલ કરી હતી.બાદ માં રાજકોટ બોર્ડ ઓફ નોમીની માં લવાદ કેસ દાખલ કરાયો હતો.તા.૧૧\૯ નાં કેસ ચાલી જતા નાગરિક બેંક તરફ થી રજુઆત કરાઇ હતી કે યતિષભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટ તથા લવાદ કોર્ટ માં એકજ પ્રકાર ની દાદ માંગેલ છે.જેથી બન્ને કોર્ટ માં કેસ ચાલી શકે નહી.જેથી તેમના વકીલ દ્વારા હાઇકોર્ટ માં દાખલ કરાયેલ એલપીએ પરત ખેંચાઇ હતી.

નવા નોંધાયેલા ૩૮૦૦ અદાલત દ્વારા માન્ય

દરમિયાન લવાદ કોર્ટ માં તા.૧૨ નાં બેંક નાં મેનેજર દ્વારા જવાબ તથા સુપ્રીમ કોર્ટ નાં જજમેન્ટ રજુ કર્યા હતા.અદાલતે બન્ને પક્ષ ની દલીલો સાંભળી યતિષભાઈ દેસાઈ દ્વારા મંગાયેલ મનાઈ હુકમ ને નામંજૂર કરતો ચુકાદો ફરમાવાયો હતો. હવે નવા નોંધાયેલા ૩૮૦૦ અદાલત દ્વારા માન્ય રહેતા તા.૧૫ રવિવાર નાં મતદાન કરી શકશે.

આ પણ વાંચો — Rajkot : લ્યો બોલો..જેલમાં રહીને ગણેશ ગોંડલ ચૂંટણી લડશે! આવતીકાલે થશે મતદાન

Whatsapp share
facebook twitter