+

Gir Somnath: મહિલાને બદનામ કરવા પોસ્ટ શેર કરી લખ્યાં વાંધાજનક લખાણ, આરોપી આવ્યો પોલીસ સકંજામાં

પીડિત મહિલાના ઘરે જુવારના દાણા ફેંકી જતો આરોપી cctv કેમેરામાં કેદ વીડિયો કોલ મારફતે અન્યના દોરી સંચાર પર આરોપી યુવકે આચર્યું કૃત્ય પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી Gir…
  1. પીડિત મહિલાના ઘરે જુવારના દાણા ફેંકી જતો આરોપી cctv કેમેરામાં કેદ
  2. વીડિયો કોલ મારફતે અન્યના દોરી સંચાર પર આરોપી યુવકે આચર્યું કૃત્ય
  3. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Gir Somnath: સોશિયલ મીડિયા અત્યારે મહિલાઓ માટે અસુરક્ષિત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવો તો, ગીર સોમનાથના વેરાવળમાં અજમેરી કોલોનીની ચકચારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સિંગલ મધરને બદનામ કરવાનું કાવતરું હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તીસરી આંખ સમાન CCTV માં કેદ ઈસમ અત્યારે પોલીસ સકંજામાં આવ્યો છે. આરોપી પીડિત મહિલાના ઘરે રાત્રિના સમયે જુવારના દાણા ફેંકી જતો cctv કેમેરામાં કેદ થયો હતો.

આરોપીએ મહિલાના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા અને…

મહત્વની વાત એ છે કે, વીડિયો કોલ મારફતે અન્યના દોરી સંચાર પર આરોપી યુવકે કૃત્ય આવ્યો હતું. પીડિત મહિલા પરિવાર સાથે ઠપકો આપવા જતાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પીડિતાએ જણાવ્યું હતું. પીડિતાએ પોલીસમાં ફરિયાદ અરજી કરતાં વધુ પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. નોંધનીય છે કે, પીડિત મહિલાના અન્ય પુરુષ સાથે ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકીને વાંધા જનક લખાણ કરી બદનામ કરવા પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

જાવીદ અલી મિર્ઝાની ધરપકડ કરી આકરી પૂછપરછ ધરાઈ

આ સમગ્ર ઘટનાને લઈને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈટી એકટ સહિતની કલમ અન્યવે ગુનો નોંધી તપાસ હાથ ધરી દેવામાં આવી છે. પોલીસે આરોપી જાવીદ અલી મિર્ઝાની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે. આ રીતે સોશિયલ મીડિયામાં મહિલાના કોઈ પુરૂષ સાથે ફોટા શેર કરીને તેમાં વાંધાજનક લખાણો લખ્યા હતા. જેથી એવું લાગે છે કે, સોશિયલ મીડિયાના જમાનામાં મહિલાઓ સુરક્ષિત નથી. નોંધનીય છે કે, આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો: ભણવા ગયેલી બાળકીનો શાળા કેમ્પસમાંથી મળ્યો મૃતદેહ, સર્જાયા અનેક તર્કવિતર્ક

આ પણ વાંચો: ગૌરવ પથ પર ટ્રાફિકની સમસ્યાથી છુટકારો ક્યારે ? તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ

આ પણ વાંચો: આખરે કોના પાપે પ્રજાનાં રૂ.180 કરોડ ધૂળધાણી થયાં ? 15 વર્ષ પહેલા બનેલા ગરીબ આવાસ તોડી પડાશે!

Whatsapp share
facebook twitter