+

VADODARA : દેશનો CGBM પદ્ધતિથી તૈયાર રોડ પૂર સમયે અડીખમ રહ્યો

VADODARA : વડોદરા (VADODARA) શહેર અને જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના કારણે આવેલા પૂરથી રાજમાર્ગોને નુકસાન થયું છે. આ માર્ગોને દુરસ્ત કરવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે. તેની સામે વડોદરા જિલ્લા…

VADODARA : વડોદરા (VADODARA) શહેર અને જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના કારણે આવેલા પૂરથી રાજમાર્ગોને નુકસાન થયું છે. આ માર્ગોને દુરસ્ત કરવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે. તેની સામે વડોદરા જિલ્લા માટે એક સારી વાત એ છે કે અહીં એક માર્ગ એવો પણ છે જેમાં એક પણ ખાડો પડ્યો નથી. દેશમાં સર્વ પ્રથમ વખત સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવેલા વાઘોડિયા રોડમાં એક પણ મોટો ખાડો પડ્યો નથી.

૪૨૦૦ મિટરનો ભાગ સ્પે. મટિરીયલથી બનાવાયો

વડોદરાથી વાઘોડિયાના રાજમાર્ગ પણ આવેલા શૈક્ષણિક સંસ્થાનો અને ઔદ્યોગિક વિસ્તારના કારણે યાતાયાતનું પ્રમાણ વધુ રહે છે. આ માર્ગ ઉપર કેટલાક એવા સ્પોટ હતા કે ત્યાં પ્રતિ ચોમાસામાં ખાડાઓ પડી જતાં હતા. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકારની એજન્સી સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લેવામાં આવી હતી અને માર્ગના સોઇલ ટેસ્ટ કરાવ્યા બાદ ૪૨૦૦ મિટરના હિસ્સાને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવાનું નિયત કરવામાં આવ્યું હતું.

ગ્રાઉટની લાપી મારવામાં આવે છે

સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સમાં એવું કરવામાં આવે છે કે, ડામરના મિક્સમાં એરવોઇડ રહેવા દેવામાં આવે છે. સામાન્ય રીતે પરંપરાગત પદ્ધતિમાં રોડરોલર ચલાવી આવા ગેપ પૂરી દેવામાં આવતા હોય છે. નાના નાના ગેપ ઉપર સિમેન્ટ અને અન્ય પદાર્થથી બનેલી ગ્રાઉટની લાપી મારવામાં આવે છે અને આ લાપીથી ગેપ પૂરી દેવામાં આવે છે. જેને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સ કહેવામાં આવે છે. વડોદરાથી વાઘોડિયાના બન્ને તરફના કેટલાક સ્પોટને આ પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે.

બેત્રણ દિવસ સુધી પાણી રહ્યું હતું

આ પદ્ધતિથી બનેલા રોડના સારા પરિણામ મળ્યો છે, તેમ કહેતા રોડ એક્સપર્ટ શ્રી કમલેશ થોરાતે કહ્યું કે, ભારે વરસાદને કારણે વાઘોડિયા સુધીના માર્ગમાં બે ફૂટ સુધીનું પાણી ભર્યું હતું. બેત્રણ દિવસ સુધી પાણી રહ્યું હતું. સામાન્ય સંજોગોમાં પાણી ભર્યા રહેવાની સ્થિતિમાં માર્ગોને નુકસાન થાય છે. પણ, સીજીબીએમ પદ્ધતિથી બનાવવામાં આવેલા રોડને મોટું નુકસાન થયું નથી. એ આનંદની વાત છે. કોઇ સ્થળે માત્ર સિમેન્ટની સ્લરી જ નીકળી હોવાનું ધ્યાને આવ્યું છે.

૨૦ જેટલા માર્ગોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું

બીજી તરફ વડોદરા જિલ્લામાં માર્ગ દુરસ્તીકરણનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાર્યપાલક ઇજનેર શ્રી યુ. સી. પટેલે જણાવ્યું કે, હવે માત્ર પાંચ જેટલા રોડ ઉપર જ ખાડા પૂરવાનું કામ બાકી રહ્યું છે. ૨૦ જેટલા માર્ગોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકી કામો આગામી પાંચેક દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, વડોદરાથી ડભોઇ, વાઘોડિયા, દુમાડથી સાવલી તરફ સહિતના પાંચ માર્ગોનું દુરસ્તીકરણ ડિફેક્ટ લાયબલેટી પિરયડ હેઠળ જે તે એજન્સી પાસે કરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો — Gujarat: દુષ્કર્મના કેસમાં અમરેલીના 5 આરોપીઓને આજીવન કેદ, નંદાસણના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

Whatsapp share
facebook twitter