+

Chotaudepur : જિલ્લા કલેક્ટરને પત્ર લખી સાંસદ કરગર્યા! લખ્યું- અધિકારીઓ સમયસર..!

લ્યો બોલો! ભાજપના સાંસદ જ અધિકારીઓથી છે પરેશાન! છોટાઉદેપુર ભાજપના લોકસભા સાંસદ અધિકારીઓ પરેશાન લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ જિલ્લા કલેકટરને લખ્યો પત્ર અધિકારીઓ સમયસર માહિતી આપતા નથી: સાંસદ જશુ રાઠવા…
  1. લ્યો બોલો! ભાજપના સાંસદ જ અધિકારીઓથી છે પરેશાન!
  2. છોટાઉદેપુર ભાજપના લોકસભા સાંસદ અધિકારીઓ પરેશાન
  3. લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ જિલ્લા કલેકટરને લખ્યો પત્ર
  4. અધિકારીઓ સમયસર માહિતી આપતા નથી: સાંસદ જશુ રાઠવા

Chotaudepur : સરકારી અધિકારીઓની ઉદાસીનતાથી જનતા પરેશાન થતી હોય એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની (BJP) સરકાર હોવા છતાં ભાજપનાં સાંસદ જ અધિકારીઓથી પરેશાન હોય તો સંભળીને નવાઇ લાગે. છોટાઉદેપુર ભાજપના લોકસભા સાંસદ સરકારી અધિકારીઓની ઉદાસીનતાથી એટલી હદ્દે હેરાન થયા કે તેમને જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો – Ahmedabad : ગુજરાતની જનતા માટે ખુશખબર… ‘દાદા’ સરકારે લીધો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

છોટાઉદેપુર ભાજપનાં લોકસભા સાંસદ સરકારી અધિકારીઓથી પરેશાન

પ્રાપ્ત માહિતી મુજબ, છોટાઉદેપુર (Chotaudepur) ભાજપનાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ (MP Jashubhai Rathwa) જિલ્લા કલેક્ટરને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સાંસદ જશુ રાઠવાએ આરોપ લગાવ્યો કે, અધિકારીઓ સમયસર માહિતી આપતા નથી અને જે માહિતી આપે છે તે પણ અધૂરી આપે છે. સાંસદ જશુ રાઠવાએ પત્રમાં લખ્યું કે, અધિકારીઓ સંકલન સમિતિની મિટિંગનાં આગળનાં દિવસે પ્રશ્નોના જવાબ આપે છે, જેથી પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરી શકાતો નથી.

આ પણ વાંચો – AHMEDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ

અધિકારીઓ સમયસર જવાબો આપે તે માટે વિનંતિ કરવી પડે છે : જશુભાઈ રાઠવા

ભાજપનાં લોકસભા સાંસદ જશુ રાઠવાએ (MP Jashubhai Rathwa) કલેક્ટરને પત્ર લખી જણાવ્યું કે, અધિકારીઓ સમયસર જવાબો આપે તે માટે વિનંતિ કરવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ જશુ રાઠવાના આ પત્રની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સાથે લોકો વચ્ચે સવાલ થઈ રહ્યા છે કે, જો એક સાંસદને સરકારી અધિકારીઓ પાસે આ રીતે આજીજી કરવી પડતી હોય તો પછી સામાન્ય જનતાનું શું થશે ?

આ પણ વાંચો – Ahmedabad : ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યા : ડો. મનીષ દોશી

Whatsapp share
facebook twitter