+

તિરુપતિ પ્રસાદ વિવાદ અંગે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો મોટો ઘટસ્ફોટ

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તમામ આરોપીઓને ફાંસીની માંગ કરી બાલાજી મંદિરના પ્રસાદમાં મિલાવટ અંગે તમામ સંતોમાં ભારે રોષ સનાતનીઓને ભ્રષ્ટ કરવા માટે એક સુનિયોજીત ષડયંત્ર ચાલી રહ્યું છે નવી દિલ્હી :…
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તમામ આરોપીઓને ફાંસીની માંગ કરી
  • બાલાજી મંદિરના પ્રસાદમાં મિલાવટ અંગે તમામ સંતોમાં ભારે રોષ
  • સનાતનીઓને ભ્રષ્ટ કરવા માટે એક સુનિયોજીત ષડયંત્ર ચાલી રહ્યું છે

નવી દિલ્હી : તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુઓ તરીકે આપવામાં આવતા પ્રસાદમાં કથિત રીતે પશુની ચરબીની મિલાવટના આરોપ અંગે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ધીરેંદ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જો આ આરોપ સાચા છે તો સૌથી મોટો ગુનો છે. આ ભારતના સનાતનિઓ વિરુદ્ધ આ સુનિયોજીત રીતે કરવામાં આવેલું સૌથી મોટુ ષડયંત્ર છે. દોષીતોને ફાંસી આપવામાં આવવી જોઇએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું આવો જાણીએ….

આ પણ વાંચો : Condom ની આ દેશને મફતમાં વહેંચણી અને કોન્ડમ સ્ટોર રાખવાની નોબત આવી

સમગ્ર ઘટના એક ષડયંત્ર જેવી લાગે છે

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, હજી પણ મને આશંકા છે કે, દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજીના પ્રસાદમમાં ચર્બીવાળુ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ માહિતી સાચી છે તો આ ખુબ જ મોટો ગુનો છે. નિશ્ચિત રીતે ભારતના સનાતનિઓની વિરુદ્ધ આ સુનિયોજિત રીતે કરવામાં આવેલું ષડયંત્ર છે. આ પ્રકારનું કૃત્ય કરીને ભારતના સનાતનિઓનો ધર્મ ભ્રષ્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો : પ્રત્યેક વ્યક્તિએ એક શાંતિ યુદ્ધવીર બનવું જોઈએ: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

સરકારે સનાતનની રક્ષા માટે કડક કાયદો બનાવવો જોઇએ

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, અમે તો ઇચ્છીશું કે ત્યાંની સરકાર કડક કાયદો બનાવીનો દોષીતોને ફાંસીની સજા ફટકારે. જો ભગવાનના પ્રસાદમાં ચર્બી અને માછલીના તેલનો પ્રયોગ કરવામાં આવ્યો. ભારતમાં તેનાથી મોટુ કોઇ પણ દુર્ભાગ્ય હોઇ ન શકે. આરોપીઓની સૂક્ષ્મ તપાસ થાય. અમે તો સરકારને પણ કહીશું કે, હિન્દુઓના મંદિરમાં હિન્દૂ બોર્ડ આધીન કરી દેવામાં આવવા જોઇએ, જેથી કોઇની આસ્થાને પણ નુકસાન ન પહોંચે.

આ પણ વાંચો : CM બનતા જ આતિશીએ અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા

આ ઘટનાની સનાતનીઓએ બારીકીથી તપાસ કરવી જોઇએ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ સાંભળીને અમારુ મન વ્યથીત છે. અમે ઇચ્છીશું કે જેટલા તીર્થ સ્થળ છે. ત્યાં બારીકીથી સનાતની તપાસ કરે અથવા કરાવે જેથી ઘટના ફરી વાર ન બને. તેના માટે તમામ હિન્દુ એક થઇને તૈયાર રહે મંદિરને સનાતનિઓના આધીન જ કરી દેવામાં આવવું જોઇએ નહીં તો એવી સ્થિતિઓ નિર્મિત થતી જ રહેશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં પોતાના ધામ એટલે કે ગઢમાં છે. તેઓ દરબાર લગાવીને પોતાના ભક્તોને મળી રહ્યા છે.

આ પણ વાંચો : એક ગધેડાનું મોત થતા 55 લોકો વિરુદ્ધ ફરિયાદ, ઘટના બાદ સમગ્ર દેશમાં હડકંપ

Whatsapp share
facebook twitter