+

chhotaudepur: જગદીશભાઈ મકવાણા એટલે રોજકુવા પ્રાથમિક શાળાના બાળકોના સૌથી પ્રિય શિક્ષક

પ્રાથમિક શાળાના કર્મશીલ શિક્ષકોની મહેનત રંગ લાવી શિક્ષકે તાલુકા, જિલ્લા અને રાજ્ય સુધી પહોંચી તેઓના ગામનું ગૌરવ વધાર્યું 2018 માં મળ્યો હતો રાજ્ય લેવલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ chhotaudepur: ભારતભરમાં…
  1. પ્રાથમિક શાળાના કર્મશીલ શિક્ષકોની મહેનત રંગ લાવી
  2. શિક્ષકે તાલુકા, જિલ્લા અને રાજ્ય સુધી પહોંચી તેઓના ગામનું ગૌરવ વધાર્યું
  3. 2018 માં મળ્યો હતો રાજ્ય લેવલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ

chhotaudepur: ભારતભરમાં 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતનું જ નહીં પરંતુ માનવ પેઢીની ભાવિ શિક્ષકના હાથમાં હોય છે. chhotaudepur તાલુકાના નાનકડા ગામ રોજકુવામાં આવેલી પ્રાથમિક શાળાના કર્મશીલ શિક્ષકોની મહેનતના પરિણામે શાળાના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં તાલુકા જિલ્લા અને રાજ્ય સુધી પહોંચી તેઓના ગામનું ગૌરવ વધાર્યું છે. આ શાળાના એવા એક શિક્ષક કે જેઓને રાજ્ય લેવલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરી શાળા તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો: Polo Forest જવાનો પ્લાન હોય તો પહેલા આ જાહેરનામું વાંચી લ્યો! નહીં તો ખોટો ધક્કો પડશે

જગદીશભાઈ મકવાણા એટલે રોજકુવા શાળાનું ગૌરવ

વિગતે વાત કરવામાં આવે તો, રોજકુવા પ્રાથમિક શાળાના Jagdishbhai Makwana ની કાર્ય કુશળતા અને કર્મના સિદ્ધાંતોના કારણે રોજકુવા ગામના લોકો પણ તેઓ રોજકવા પ્રાથમિક શાળામાં અભ્યાસ બાળકોને કરાવે છે તેનો ગૌરવ ગણાવે છે. રોજકુવા પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષક એવા જગદીશભાઈ મકવાણાને વર્ષ 2018માં રાજ્યના મહામહીમ રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળામાં ભણાવતા શિક્ષકોનો શિક્ષણ અને બાળકો પ્રત્યેનો એટલો અતૂટ નાતો છે કે રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને ભણાવવા શાળાએ પહોંચી જાય છે.

આ પણ વાંચો: Gujarat: ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આપી આગાહી

બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણની સાથે પૌષ્ટિક આહાર પણ મળે છે

શાળામાં શિક્ષણની સાથે સાથે બાળકોને પર્યાવરણ જતન અને સંરક્ષણની ભાવના કેળવાય તે માટે એક અદભુત ગ્રીનરી વાતાવરણ ઊભુ કરવામાં આવ્યું છે. આ સાથે Jagdishbhai Makwana દ્વારા શનિ-રવિના દિવસે બાળકોને શાળાએ બોલાવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જે માટે એક આખું પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શાળામાં કિચન ગાર્ડન, ઔષધી ગાર્ડન અને પંખીબાગ ઊભું કરી તેમજ આ બાગમાં તૈયાર થતાં ફળ બાળકોને પીરસવામાં આવે છે. એટલે કહી શકાય કે બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણની સાથે સાથે પૌષ્ટિક આહાર માટે પણ સઘળા પ્રયત્નો શાળા પરિવાર તરફથી કરવામાં આવે છે.

આ પણ વાંચો: Vadodara: નઘરોળ, નિર્લજ્જ અને નપાણિયા તંત્રની વધુ એક લાલિયાવાડી! વહીવટી તંત્રની ઘોર બેદરકારી

ખાનગી શાળા કરતા પણ આ શાળાનું શિક્ષણ ઉત્તમ

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે એક સામાન્ય સમજ અને માનસિકતાની વાત કરીએ તો સરકારી શાળાનું નામ આવતાની સાથે જ એક ઇમેજ કાંઈ એવી રીતે ઉપસી આવી છે કે સરકારી શાળામાં આપવામાં આવતું શિક્ષણ ખાનગી શાળાની તુલનાએ ખૂબ જ ગુણવત્તા વિહીન હોય છે. પરંતુ હવે એવું રહ્યું નથી સરકારી શાળાઓમાં પણ એવા અનેક જગદીશભાઈ મકવાણા જેવા કર્મશીલ શિક્ષકો બાળકોને શિક્ષણનું સિંચન કરી રહ્યા છે કે ખરેખર બિરદાવા લાયક છે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

Whatsapp share
facebook twitter