+

Bhavnagar SOG પોલીસે 2.58 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

ભાવનગર પોલીસને બાતમી મળતા રેડ પાડવામાં આવી રેડ પાડતા પોલીસને 25.840 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો ભાવનગર SOG પોલીસે હનીફ સુલતાનભાઈ બેલીમની કરી ધરપકડ Bhavnagar: ભાવનગર પોલીસે શહેરના ભરતનગર…
  1. ભાવનગર પોલીસને બાતમી મળતા રેડ પાડવામાં આવી
  2. રેડ પાડતા પોલીસને 25.840 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો
  3. ભાવનગર SOG પોલીસે હનીફ સુલતાનભાઈ બેલીમની કરી ધરપકડ

Bhavnagar: ભાવનગર પોલીસે શહેરના ભરતનગર વિસ્તારમાંથી MD ડ્રગના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અમદાવાદથી નાના જથ્થામાં MD ડ્રગ્સ લાવી ભાવનગરમા છૂટક વેચાણ કરતો હતો, જેની એસ.ઓ.જી પોલીસને ખાનગી બાતમી મળતા ભરતનગરના ખોજા સોસાયટી વિસ્તારમાં રેડ કરતા હનીફ સુલતાનભાઇ બેલીમ નામનો યુવાન ઘરે ડ્રગ્સ રાખી વેચાણ કરતો હતો. જેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી 2.58 લાખની કિંમતનો 25.840 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત ભારતમાં સૌથી મોંઘું રાજ્ય; અહીં રહેવું હોય તો માસિક 50000 પગાર હોવો જોઈએ

છેલ્લા એક વર્ષમાં કુલ મળી 15 થી વધુ ડ્રગ્સના કેસ નોંધાયા

ભાવનગરમાં નશાકારક દ્રગ્સ ધીમીગતિએ પગપેસારો કરી રહ્યું છે, જેના કારણે યુવાધન બરબાદ થવાનો ખતરો ઊભો થયો છે, છેલ્લા એક વર્ષમાં કુલ મળી 15 થી વધુ ડ્રગ્સના કેસ નોંધાઈ ચૂક્યા છે, એવા સમયમાં ભાવનગરની એસ.ઓ.જી પોલીસને વધુ એક રેડ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી ખોજા સોસાયટીમાં રહેતો હનીફ સુલતાનભાઈ બેલીમ નામનો યુવાન અમદાવાદના કોઈ પેડલર પાસેથી ડ્રગ લાવી તેનું ભાવનગરમાં વેચાણ કરતો હતો.

આ પણ વાંચો: મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, 3 મહિલાઓની…

25.840 ગ્રામ ડ્રગ્સ સાથે 2.68 લાખના મુદ્દામાલ સાથે જપ્ત કરવાયો

ભરતનગર વિસ્તારમાં કોલેજ અને અનેક શાળાઓ આવેલી હોય યુવાધનને ડ્રગ્સનાં રવાડે ચડાવવાનો કારસો રચાયો હોય તેમ લાગી રહ્યું છ. નોંધનીય છે કે, પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે હાલ તો હનીફ સુલતાન બેલીમની 2.58 લાખનું 25.840 ગ્રામ ડ્રગ અને 2 મોબાઈલ સહિત 2.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે ડ્રગ તે ક્યાંથી લાવ્યો હતો? ક્યાં અને કેટલા ભાવમાં વેચાણ કરતો હતો? સહિતના પ્રશ્ને તપાસ હાથ ધરી છે. આ મામલે વધારે કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: શું ગૃહપતિ બાળકોને માર મારતા હતા? ગુજરાત ફર્સ્ટે તપાસ માટે છાત્રાલયની લીધી મુલાકાત

Whatsapp share
facebook twitter