- ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં પાણી નીસપાટી વધારો
- Bhavnagar જિલ્લાનો શેત્રુંજી ડેમ હવે 90% ભરાઈ ગયો
- શેત્રુંજી ડેમના નીચાંણ વાળા 12 ગામોમાં એલર્ટ જાહેર કરાયું
Bhavnagar: ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ હવે 90% ભરાઈ ગયો છે, જેમાં પાણીની સપાટી 32 ફૂટ 7 ઈંચ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને ત્યાં ઓવર ફ્લો શક્યતાનો નિર્દેશ છે. કારણ કે, ડેમ 34 ફૂટે ઓવર ફ્લો થવાનું છે. આ સ્થિતિએ સ્થાનિક તંત્રને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શેત્રુંજી ડેમ અત્યારે 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. જેથી શેત્રુંજીડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે.
આ પણ વાંચો: Gujarat ને ફરી એકવાર મેઘરાજા ધમરોળશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
શેત્રુંજી ડેમના નીચાંણ વાળા 12 ગામોમાં એલર્ટ જાહેર કરાયું
શેત્રુંજી ડેમના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પાલીતાણા તાલુકાના 6 અને તળાજા તાલુકાના 12 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમાં નાની રાજસ્થલી, લાપળીયા, લાખાવડ, માયધાર, મેઢા, તેમજ ભેગાળી, દાત્રળ, પિંગલી, ટીમાણા, સેવળિયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામો છે. આ ગામોને ખાસ કરીને ધ્યાન રાખવા માટે સૂચિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: UN માં ભારતે પાકિસ્તાને આપ્યો ધારદાર જવાબ, એસ. જયશંકરે કહ્યું – હવે માત્ર POK પર ચર્ચા થશે
સલામતીનો સંદેશ લોકો માટે જરૂરી ચેતવણી
સ્થાનિક તંત્રે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં રહેનારા લોકોને સાવધાન રહેવા અને ત્યાં ન જવા માટે ચેતવણી આપી છે. આ એલર્ટ જનતા માટે ખાસ મહત્ત્વનું છે, કારણ કે વરસાદના વધતા પ્રવાહ સાથે શક્યતા વધી શકે છે. લોકોને સલામત રહેવું અને નદીઓની નજીકના વિસ્તારોમાં ખોટા પગલાં ન લેવું જરૂરી છે.
આ પણ વાંચો: Tamil Nadu કેબિનેટમાં મોટો ફેરફાર,ઉદયનિધિ સ્ટાલિન બન્યા ડેપ્યુટી CM