+

Bharuch: બાળકને સાપ કરડ્યો તો હોસ્પિટલને બદલે તાંત્રિક પાસે લઈ ગયાં, અકાળે માસૂમનું મોત

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામે બની સમગ્ર ઘટના તાંત્રિક વિધિ દરમિયાન 11 વર્ષીય બાળકનું અકાળે થયું મોત સમયસર સારવાર ન મળતા માસૂમ બાળકનું નિપજ્યું હતું મોત પોલીસે બાળકના પિતા…
  1. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામે બની સમગ્ર ઘટના
  2. તાંત્રિક વિધિ દરમિયાન 11 વર્ષીય બાળકનું અકાળે થયું મોત
  3. સમયસર સારવાર ન મળતા માસૂમ બાળકનું નિપજ્યું હતું મોત
  4. પોલીસે બાળકના પિતા અને કાકા સામે ગુનો દાખલ કર્યો

Bharuch: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામેથી એક ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝેરી સાપે બાળકને ડંખ મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાના બદલે કાકા અને સગા બાપે તાંત્રિક વિધિ કરતાં આખરે બાળકને સમયસર સારવાર ન મળતા મોત થયું હતું. વાયરલ વીડિયો મામલે આખરે પોલીસે પુષ્ટિ કરી કાકા અને મરનારના પિતા સામે પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

ફરી એકવાર અંધશ્રદ્ધાનું દૂષણે એક બાળકનો ભોગ લીધો

એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ વધી રહ્યું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદમાંથી પ્રકાશમાં આવ્યો છે. આમોદ ખાતે રહેતા કાંતિ રાઠોડના 11 વર્ષીય પુત્ર રમણ રાઠોડને ઝેરી સાપે ડંખ મારી દીધો હતો. સાપે ડંખ મારતા ઝેરની અસરથી રમણ રાઠોડ પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો, જે અંગેની જાણ તેના પરિવારને થતા પિતા કાંતિ રાઠોડ માસુમ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવાના બદલે ગામમાં આવેલ ભાથીજી મહારાજના મંદિરના મહંત તેના કાકા સંજય રાઠોડ પાસે લઇ ગયા હતા.

આ પણ વાંચો: Polo Forest જવાનો પ્લાન હોય તો પહેલા આ જાહેરનામું વાંચી લ્યો! નહીં તો ખોટો ધક્કો પડશે

તાંત્રિક વિધિએ લીધો માસૂમ બાળકનો જીવ

નોંધનીય છે કે, ઈલાજ કરવાના બદલે અંદાજીત બે કલાક સુધી સારવાર વગર બાળક તરફડીયા મારી રહ્યો હતો અને અંતમાં 11 વર્ષીય રમણે અંતિમ શ્વાસ લીધા હતો. આ સમગ્ર ઘટનામાં ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના વીડિયો વાયરલ થતાં આમોદ જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક વડા પી.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ખુબ જ ગંભીર બેદરકારી છે, તેથી મૃતક બાળકના પિતા અને તેના મહંત કાકા વિરુદ્ધ ગંભીર બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. તેમજ મામલતદારની હાજરીમાં બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરીને વધુ તપાસ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Vadodara: નઘરોળ, નિર્લજ્જ અને નપાણિયા તંત્રની વધુ એક લાલિયાવાડી! વહીવટી તંત્રની ઘોર બેદરકારી

સમયસર સારવાર મળી હોત તો તે બચી હોતઃ DySP

Bharuch જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામે 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિના 10:30 કલાકની આજુબાજુ 11 વર્ષીય બાળક બાથરૂમ કરવા ઉભો થયો હતો અને વાડામાં જતા તેને ઝેરી સાપે કરડી લેતા તેની હાલત ગંભીર બની હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાના બદલે તાંત્રિક તેના કાકા પાસે ભાથુજીના મંદિરે લઈ જતા પિતા અને કાકાએ તાંત્રિક વિધિ કરી હતી. પરંતુ તે વિધિ કામ ન લાગતા અને આખરે 11 વર્ષીય બાળક તડફડીયા મારી જીવ ગુમાવતા તેની દફનવિધિ પણ કરી નાખી હતી.

પોલીસ આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી

ઘણી વખત પુરાવાના નાશ કરવા માટે અનેક નુસખા અપનાવતા હોય છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતા અને કાકાની બેદરકારીના કારણે એક બાળકે જીવ ગુમાવ્યો છે તેને સમયસર સારવાર ન આપી તાંત્રિક વિધિ કરતાં આખરે બાળકનું મોત થયું હતું. પરિવારે પણ તાત્કાલિક બાળકના અંતિમ સંસ્કાર એટલે કે દફનવિધિ કરી નાખતા અને વીડિયો વાયરલ થતા મોડે મોડે પણ પોલીસ અને તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. જોકે સમગ્ર મામલે પુરાવાનું નાશ કરવા અંતિમ સંસ્કાર કરી દેવા અને પુરાવાનો નાશ કરવો અંગે પણ ગુનો બનતો હોય તો કાર્યવાહી થનાર હોવાની માહિતી મળી રહી છે

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Gondal Marketing Yard ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલથી ધમધમી ઉઠ્યું

Whatsapp share
facebook twitter