+

Ahmedabad: ક્રિકેટ સટ્ટો રમાડવાના કેસમાં શાહરૂખ ખાનની કરાઈ ધરપકડ

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે ક્રિકેટ સહિત અનેક રમતોમાં સટ્ટો રમવાનું ઘણું વધી ગયું છે. જો કે, અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક…

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે ક્રિકેટ સહિત અનેક રમતોમાં સટ્ટો રમવાનું ઘણું વધી ગયું છે. જો કે, અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે તેનું નામ શાહરૂખ ખાન (પઠાણ) હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે સાથે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

શાહરૂખ ખાન રમાડતો હતો ક્રિકેટ સટ્ટો

મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજામાંથી ક્રિકેટ સટ્ટા (cricket betting) રમાડતા યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે અમદાવાદ ક્રાઇમ દ્વારા શાહરુખ ખાન પઠાણ નામના 32 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. વિગતો એવી સામે આવી છે કે, ઇંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલી લાઈવ મેચમાં પિતા સાથે મળીને જુગાર રમાડતો હતો. ક્રાઈમ બ્રાન્ચ જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે અત્યારે આ કેસના માસ્ટર આઇડી આપનાર પાલડીના ગૌરાંગ સહિત 12 લોકો ફરાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Navsari શહેર થયું જળબંબાકાર, પૂર્ણા નદીની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ચાંદીપુરાનો કહેર, રાજકોટમાં એક 11 વર્ષીય બાળકીનું નીપજ્યું મોત

આ પણ વાંચો: Bharuchથી દહેજ શ્રમિકોને લઇને જતી બસને નડ્યો અકસ્માત, કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

Whatsapp share
facebook twitter