+

Gujarat: ક્યાં કેટલો વરસ્યો વરસાદ? ક્યાંક ધોરમાર તો ક્યાંક મેઘાએ કર્યા છે રિસામણા!

Gujarat: રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થયો છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદ વરસ્યો થયો…

Gujarat: રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થયો છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદ વરસ્યો થયો છે. ડાંગના સુબીર અને નવસારીની વાત કરવામાં આવે તો અહીં ક્રમશઃ 6-6 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં અત્યારે સારો એવો વરસાદ થયો છે. આ સાથે તાપીના ઉચ્છલમાં સાડા 5 ઇંચ વરસાદ નોંધાયો થયો છે. સુરતના મહુવા, નવસારીના જલાલપોરમાં સાડા પણ 4 ઇંચ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. ગણદેવી અને વાલોડમાં સવા 4 ઇંચ વરસાદ, ત્યારે તાપીના સોનગઢ, વ્યારામાં 4 ઇંચ વરસાદ અને અન્ય તાલુકામાં અડધાથી સાડા 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

તાપીના ઉચ્છલમાં સાડા 5 ઇંચ વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના ઉપરવાસમાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે સાથે સોનગઢ તાલુકાના હીરાવાડી ગામનો રસ્તો ધોવાઈ ગયો હોવાની તસવીરો પણ સામે આવી છે. હીરાવાડીથી બરડીપાડા ગામ તરફ જતા એપ્રોચ રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં સર્વત્ર વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે.

નવસારી અને જલાલપોર તાલુકામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ

આ સાથે સાથે નવસારી શહેર અને જિલ્લામાં મેઘ તાંડવ થયો છે. નવસારી અને જલાલપોર તાલુકામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, મોડી સાંજ બાદ પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહીં પરંતુ ગણદેવી તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ, ચીખલી અને ખેરગામ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ અને વાંસદામાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો થયો છે. તમને જણાવી દઈએ કે, પૂર્ણા નદીના જળ સ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

રાજ્યમાં સરેરાશ કરતાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો

નોંધનીય છે કે, સૌથી વધારે વરસાદ ધરાવતા રાજ્યમાં ગુજરાત (Gujarat) અત્યારે 5માં ક્રમે આવ્યું છે. રાજ્યમાં સરેરાશ કરતાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે ઉત્તર ગુજરાત (Gujarat)ની વાત કરવામાં આવે તો, હજુ પણ અહીં વરસાદની ઘટ જોવા મળી રહી છે. 10 વર્ષમાં ગુજરાતમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આજે સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bharuchથી દહેજ શ્રમિકોને લઇને જતી બસને નડ્યો અકસ્માત, કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

આ પણ વાંચો: Kargil War : જ્યારે ભારતના 6 બહાદુરો પાકિસ્તાનના 200 સૈનિકો પર ભારે પડ્યા…

આ પણ વાંચો: Kargil : 2 મહિના સુધી મુશ્કેલ પર્વતીય પ્રદેશોમાં ભીષણ લડાઈ અને ભવ્ય વિજય

Whatsapp share
facebook twitter