Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Weather: હવામાન વિભાગે કરી સામાન્ય વરસાદીની આગાહી

09:23 AM Sep 08, 2024 |
  • હવામાન વિભાગે સામાન્ય વરસાદીની કરી આગાહી
  • રાજયમાં આજથી વરસાદનું જોર ઘટયું
  • આજે છૂટાછવાયા વરસાદની આગાહી

Gujarat Weather Report: ગુજરાતમાં હવામાન વિભાગે (Gujarat Weather) સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરી છે. રાજયમાં  આજથી વરસાદનું જોર ઘટયું છે.રાજયમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ નબળી પડી છે જેના કારણે જોર ઘટયું છે.હાલમાં કોઈ મોન્સૂન ટ્રકની સિસ્ટમ સક્રિય નથી.સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ભરૂચ,વલસાડ,અમદાવાદ,ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું

હવામાન વિભાગ(Gujarat Weather)ની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદ ગયો નથી પરંતુ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે,તો અગામી અઠવાડીયામાં સારો વરસાદ પડે તેવી સંભાવના સેવાઈ રહી છે.રાજયમાં હાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તથા કેટલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ પણ  વાંચોKheda: કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ,પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ બને તો વરસાદ પડે

ગુજરાતમાં હાલ વરસાદી (Gujarat Weather)જોર ઘટયું છે,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી નથી,બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જો સક્રિય થાય અને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ ફંટાય તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે,પરંતુ આજના દિવસે કોઈ એવી સિસ્ટમ બનેલી દેખાતી નથી,કદાચ આવે તો હળવો વરસાદ આવે અને એ પણ ઝાપટા પડે તેનાથી વિશેષ કઈ શકય નથી.ઓફસોર મોન્સૂન સિસ્ટમ હાલ સક્રિય નથી માટે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે.

આ પણ  વાંચો –Dahod: ઈન્દોર અમદાવાદ હાઇવે ઉપરથી કાર ઝડપાઈ, મળી આવ્યો 417 કિલો અફીણના પોષડોડાનો જથ્થો

જાણો અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal Patel)ની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા,પાદરા,બોડેલી,ભરૂચ,જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા નહીવત છે. 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.