Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Weather : રાજ્યમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ, હિલ સ્ટેશન જેવો માહોલ

08:18 AM Feb 22, 2024 | Hardik Shah

Gujarat Weather : ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા (snowfall) થવાના કારણે એકવાર ફરી ઠંડીનો માહોલ જામ્યો છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જ્યા થોડા દિવસો પહેલા ગરમીની શરૂઆત થઇ હતી ત્યા અચાનક શિયાળા (Winter) ની કાતિલ ઠંડીની જાણે ફરી શરૂઆત થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારથી જ રાજ્યના વાતાવરણ (atmosphere) માં પલટો જોવા મળી રહ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર Visibility ઘટી ગઇ છે.

કાતિલ ઠંડી માટે રહો તૈયાર 

રાજ્યમાં હાલમાં સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પરંતુ આજે સવારથી જ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઘાઢ ધુમ્મસ જોવા મળી છે. છેલ્લા બે દિવસથી બદલાયેલા મોસમના મિજાજે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ઠંડીનું પ્રમાણ વધવાને કારણે વરિયાળી, જીરું, ઘઉં અને બટાકા જેવા પાકોને નુકસાન થઇ શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતવાસીઓએ ફરી એકવાર કાતિલ ઠંડી માટે તૈયાર રહેવાની જરૂર છે.

માવઠાની સંભાવના

ગરમીની શરૂઆત થઇ હોવાનો અનુભવ થતા જ ગુજરાતીઓએ પોતાના સ્વેટર સહિતના ગરમ કપડાઓ કબાટમાં મુકી દીધા હતા. પણ હવે વાતાવરણમાં અચાનક પલટો થતા જ આ ગરમ કપડા બહાર કાઢવાની જરૂર પડી છે. જીહા, હવામાન નિષ્ણાતોની માનીએ તો ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. તેમજ રાત્રી તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. ઠંડીનો ચમકારો આવતા 3-4 દિવસ સુધી અનુભવી શકાય તેવી પૂરી સંભાવનાઓ છે. વળી રાજ્યના ઘણા જિલ્લાઓમાં માવઠાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો – Himachal Pradesh Snowfall : હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા સાથે ભારે વરસાદ, 405 રસ્તાઓ બ્લોક…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ