મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે ધોળાવીરાની મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવ પંકજ કુમાર અને માર્ગ મકાન
સચિવ સંદિપ વસાવા સાથે ઘડુલી-સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ
નિરીક્ષણ કર્યું હતું.
264 કિલોમીટર લાંબા નેશનલ હાઇવે નંબર 754ની ચાર
લિંક જેમાં ઘડુલી, ધોળાવીરા, કચ્છનું સફેદ રણ અને ખાવડાનો સમાવેશ થાય છે તે લિંકના 320 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાઇ રહેલા માર્ગ નિર્માણના કામો મુખ્યમંત્રીએ નિહાળ્યા હતા.
કેન્દ્ર સરકારે આ નેશનલ હાઇવેનું નિર્માણ હાથ ધરતા હવે ધોળાવીરાથી સફેદ રણ
વચ્ચેનું અંતર 80 કિલોમીટર જેટલું ઘટી જશે.એટલું જ નહિ ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર અને ખાવડાને સીધી નેશનલ હાઈવેની
રોડ કનેક્ટિવિટી મળતી થશે. 100 જેટલી બોર્ડર આઉટ પોસ્ટને પણ આ
કનેક્ટિવિટીનો વ્યૂહાત્મક લાભ મળશે.
નેશનલ હાઇવે ડિવિઝનના પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, APMC ભુજના ચેરમેન કેશુભાઈ પટેલ તેમજ અધિકારીઓએ અને પદાધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.