+

આત્મા યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓના પગારમાં 10 ટકાનો વધારો

ગુજરાત સરકારે લોકો માટે અનેક નિર્ણયો કર્યા છે. ત્યારે વધુ એક નિર્ણય આત્મા યોજનાને અંતર્ગત કરવામાં આવ્યો છે. આ અંગે કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, સરકરની મહત્ત્વકાક્ષી એવી 'સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ (આત્મા) યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો  કરાયો છે. શું છે આત્મા યોજના ?ભારત સરકાર દ્વારા સંચાàª
ગુજરાત સરકારે લોકો માટે અનેક નિર્ણયો કર્યા છે. ત્યારે વધુ એક નિર્ણય આત્મા યોજનાને અંતર્ગત કરવામાં આવ્યો છે. આ અંગે કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, સરકરની મહત્ત્વકાક્ષી એવી ‘સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ (આત્મા) યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો  કરાયો છે. 
શું છે આત્મા યોજના ?
ભારત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલચર ટેકનોલજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) ગુજરાત રાજયમાં પ્રાયોગિક ધોરણે 2005માં અમલમાં આવી હતી. ‘આત્‍મા’ યોજના હેઠળ રાજ્યાના  તમામ જીલ્લાના ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં ગ્રામ્‍ય કક્ષાએ જાહેર સંસ્‍થાઓ, ખાનગી સંસ્‍થાઓ, એનજીઓ, પેરા એકસ્‍ટેન્‍શન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્‍નોથી રસ ધરાવતા ખેડૂતોના ‘ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગ્રુપ ‘રચાય છે. જે કૃષિ વિકાસની પ્રવૃત્તિઓ કરતાં હોય છે. 
રિવાઈઝડ ગાઈડલાઈન-2018નું અમલીકરણ 
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન હેઠળ આત્માની રિવાઈઝડ ગાઈડલાઈન-2018ના અમલીકરણ કરવાનું સૂચન કરાયું છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા  પણ આત્મા યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. 

10ટકાનો વધારો મંજુર કરવામાં આવ્યો
ખેડુત મિત્રના કન્ટીજન્સી ખર્ચમાં રૂ. 6,000ના બદલે રુપિયા 12,000 વાર્ષિક વધારો થશે. તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજરના વેતનમાં રૂ.25,000ના બદલે રૂ.30,000 અને આસિસ્ટન્ટ ટેકનોલજી મેનેજરના માનદ વેતનમાં રૂ.15,000ના બદલે રૂ.20,000 માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કરાયો છે. સાથે જ આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા સ્ટેટ કો-ઓર્ડિનેટર, નાયબ નિયામક, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરના પગારમાં ઘણા વર્ષથી પડતર 10ટકાનો વધારો મંજુર કરવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter