ટ્રાફિક પોલીસને મદદ મળી રહે તે માટે 700 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. અગાઉ 700 TRB જવાનોને એક સાથે છુટા કરવામાં આવ્યા હતા જે બાદ હવે એક સાથે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે.આ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા જેમાં 18,000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે..
ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે.અમદાવાદમાં 700 જેટલા TRB જવાનોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે.ભરતીને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. 23 એપ્રિલથી ભરતી અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ 800 મીટરની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે જેમાં પાસ થયેલા ઉમેદવારોની પુશઅપ અને પુલઅપની ટેસ્ટ લેવામાં આવશે અને બાદમાં લેખિત પરીક્ષા યોજવામાં આવશે,
આ વખતે પરીક્ષા બાદ TRB જવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે.TRB જવાનોની ગેરીરીતીના કિસ્સા અગાઉ પ્રકાશમાં આવ્યા બાદ હવે TRB જવાનોની ભરતી કર્યા બાદ તેમણે ડીસીપ્લીન, નિયમિતતા અને પ્રમાણિકતાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ ભરતી થયેલાં ઉમેદવારોને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે જે બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે.