Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાજપમાં બે વખત ધારાસભ્ય રહેલા નેતાએ ટિકીટ ન મળતા છોડી પાર્ટી, અપક્ષ ઉમેદવારી નોંધાવી

05:51 AM Apr 18, 2023 | Vipul Pandya

નાંદોદ વિધાનસભાની ચુંટણીમા પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ભાજપ ટિકીટ આપશે તેવો કયાસ હતો..પરંતુ ભાજપે તેમને ટીકીટ આપી નથી.. જેથી તેઓએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હર્ષદ વસાવાએ મોટી સંખ્યામાં લોકો સાથે સરઘસ કાઢી શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાથે જ બીજેપીના તમામ હોદ્દાઓ પરથી પણ તેમને રાજીનામું આપી દીધું છે. 
સમર્થકોએ ચૂંટણી લડવા કર્યુ દબાણ 
હર્ષદ વસાવાને તેમના ટેકેદારોએ કોઇપણ રીતે ચૂંટણી લડવા દબાણ કર્યુ હતું.તેઓ અગાઉ બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ ચૂક્યા છે અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી. જ્યારે તેઓનાં સ્થાને ભાજપાએ પસંદ કરેલા શબ્દશરણ તડવી એકવાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે. જેથી આ વખતે હર્ષદ વસાવાને પાર્ટી ટિકિટ આપશે  તેવી ચર્ચા હતી. 
શબ્દ શરણ તડવી જે ગત વખતે ચૂંટણી હાર્યા હતા તેમને ટિકીટ 
શબ્દશરણ તડવીને જ 2017 માં ભાજપા કાર્યકરોમાં ભારે અસંતોષ છતાં રિપિટ કરાયા હતા અને ભાજપને  નાંદોદ વિધાનસભા બેઠક ગુમાવી પડી હતી.આ ચૂંટણીમાં કાઁગ્રેસના પીડી વસાવા વિજેતા થયાં હતાં. આ વખતે પોતે એક પણ વાર ચૂંટણી હાર્યાં ન હોઇ ઉપરાંત પોતે ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચાના પ્રમુખ પદે પણ હોઇ અને રાષ્ટ્રિય આદિજાતી આયોગના સભ્ય તરીકે પણ સફળ કામગીરી બજાવી હોઇ  હર્ષદ વસાવા પોતાને જ ટિકીટ મળશેની આશા હતી, પરંતુ તેમને ટિકીટ ન મળી. જેથી તેઓએ હવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી નોંધાવવા તેમની સાથે હજારો સમર્થકો હાજર રહ્યા હતા. 
જીતશે તો પણ પછી ભાજપમાં જ ભળી જવાની વાત  
જોકે હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી તો કરી છે પણ જીત બાદ પોતાની બેઠક કમલમમાં આપવાની વાત પણ કરી દીધી છે અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 25,000 મતોથી વિજય બનવાની આશા પણ વ્યક્ત કરી છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.