Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જૂની પેન્શનના અમલીકરણને લઈને સરકાર અને કર્મચારી યુનિયન આમને-સામને

08:28 PM Mar 07, 2024 | Hardik Shah

લોકસભાની ચૂંટણી પૂર્વે જ સરકારી કર્મચારી (government employees) યુનિયને જૂની પેન્શન (Old Pension) લાગુ કરવા મુદ્દે પોતાનો વિરોધ શરૂ કર્યો છે. હવે આ મામલે સરકાર અનેે કર્મચારી યુુનિયન (Govt and employee Union) આમને-સામને આવી ગયા છે. દરેક તાલુકાના શિક્ષકોને ગાંધીનગર (Gandhinagar) પહોંચવાનું આહ્વાન કરવામાં આવ્યું. હવે આ મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, મોટી સંખ્યામાં કર્મચારીઓએ પોતાના પડતર મુદ્દે મતદાન કર્યું છે. થોડા જ દિવસોમાં અમે ગુજરાતના મુખ્યમંત્રીને આ મત પત્રકો જમા કરાવવા જવાના છીએ. વળી તેમણે 9 માર્ચના રોજ ગુજરાતના તમામ કર્મચારીઓને ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આવવા આહ્વાન કર્યું છે.

જૂની પેન્શન લાગૂ કરવા મુદ્દે સરકાર અને કર્મચારી યુનિયન સામસામે
પેનડાઉન અને મતદાન બાદ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાનું એલાન
ફરતી પેટી મારફતે 3.45 લાખ શિક્ષકોએ મતદાન કર્યું
રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા 9 માર્ચે મહાપંચાયતનું આયોજન

આ પણ વાંચો – આધુનિક સુવિધાઓથી સજ્જ 101 બસોનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ કર્યું લોકાર્પણ

આ પણ વાંચો – Gandhinagar : સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ, જાણો શું છે કારણ

આ પણ વાંચો – Gandhinagar : રાજ્યની પ્રાથમિક શાળામાં હજુ 9,153 ઓરડાંની ઘટ, વિધાનસભામાં સરકારનો જવાબ