PM નરેન્દ્ર મોદીએ આજે દ્વારકા બાદ રાજકોટની (Rajkot) મુલાકાત લીધી હતી. અહીં, તેમણે ભવ્ય રોડ શૉ બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભા પણ યોજી હતી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીએ ‘ભારત માતા કી જય’ના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતું. તેમણે વિશાળ જનમેદની વચ્ચે ‘અબકી બાર 400 પાર’ નો વિશ્વાસ દાખવ્યો હતો. પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
PM MODI IN RAJKOT : PM મોદીએ વિશાળ જનમેદનીને કહ્યું – ‘અબકી બાર 400 પાર…’
08:18 PM Feb 25, 2024 | Vipul Sen