Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal Bridge Renovation: ગોંડલના બંને ઐતિહાસિક પુલનું હેરિટેજ વેલ્યુ સાથે રીપેરીંગ કરાશે

12:10 AM Feb 25, 2024 | Aviraj Bagda

Gondal Bridge Renovation: ગોંડલ ખાતે 100 વર્ષથી વધુ જૂનાં 2 ઐતિહાસિક પુલની જર્જરિત સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે કેસની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા એક સોગંદનામું જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા જાહેર કરાયેલા સોંગદનામામાં કહેવામાં આવ્યું કે, ગોંડલના 2 ઐતિહાસિક Bridge Renovation, Restoration અને રિપેરિંગ કામ તેનો વારસો અને ‌વૈભવ જળાવયએ રીતે કરવા માટેનો નિર્ણય કરાયો છે. લગભગ 1 વર્ષની અંદર બંને પુલનું કામ પૂર્ણ થશે. ત્યારબાદ માત્ર હળવા વાહનોની અવર-જવર માટે તેમને ખોલવામાં આવશે.

  • ગોંડલના જર્જરિત પુલ માટે રાજ્ય સરકારે સોગંદનામું જાહેર કર્યું
  • હાઈકોર્ટે સોગંદનામાની સામે નારાજગી વ્યક્ત કરી
  • હાઈકોર્ટે તાત્કાલિક સમારકામ કરવાનો આદેશ આપ્યો
  • પુલ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરાશે

જ્યારે ભારે વાહનોના યાતાયાત માટે નવા 2 પુલ બનાવવામાં આવશે. જેનું નિર્માણ આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. હાઈકોર્ટ (Gujarat High Court) ના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની ખંડપીઠે સુનાવણીના અંતે નિયમિત ધોરણે Bridge Renovation, Restoration કામનો છઠ્ઠી મેના રોજ પ્રગતિ અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટે સોગંદનામાની સામે નારાજગી વ્યક્ત કરી

આ મામલે સુનાવણી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલાં સોગંદનામા પ્રત્યે હાઇકોર્ટે (Gujarat High Court) નારાજગી દર્શાવી હતી. તેથી સરકારે તાત્કાલિક સાંજ સુધીમાં જરૂરી સુધારા સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવશે એવી રજૂઆત કરી હતી. સરકારે રજૂઆત કરી હતી કે બંને પુલના રિનોવેશન અને રિપેરિંગ માટે 3 થી 4 મહિનામાં ડીપીઆર કરવામાં આવશે.

પુલ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરાશે

હાલ બંને પુલ બંધ હોવાથી વાહનોને 10 થી 12 કિમી ફરીને જવું પડે છે. જે મુશ્કેલીને દૂર કરવા માટે નવા 2 પુલ બનાવવામાં આવશે. જેના માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવશે. સરકાર જોડે અમુક જમીન છે અને એનો થોડો હિસ્સો ખાનગી પ્લોટનો છે.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Gondal Railway Station: ગોંડલમાં હેરિટેજ રેલ્વેનું 26 ફેબ્રુ. એ વડાપ્રધાન વર્ચ્યુઅલ કરશે લોકાર્પણ