+

Amreli : બાળકના ગળામાં ફસાયો સિક્કો, ડોક્ટરને બહાર કાઢવામાં આવી ગયો પરસેવો

અમરેલી (Amreli) માં એક બાળકીના ગળામાં ફસાયેલ 1 રૂપિયાના સિક્કા (1 rupee coin stuck) ને ડોકટરો દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. દૂરબીન (Binoculars) ની મદદથી ડોકટર (Doctor) દ્વારા સિક્કાને…

અમરેલી (Amreli) માં એક બાળકીના ગળામાં ફસાયેલ 1 રૂપિયાના સિક્કા (1 rupee coin stuck) ને ડોકટરો દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. દૂરબીન (Binoculars) ની મદદથી ડોકટર (Doctor) દ્વારા સિક્કાને બહાર કાઢવામાં આવતા બાળકનો જીવ બચ્યો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, સાવરકુંડલા (Savarkundla) ની એક 3 વર્ષીય બાળકી અચાનક જ રમતા રમતાં 1 રૂપિયાનો સિક્કો (1 rupee coin) ગળી ગઈ હતી. જેને પગલે તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અમરેલી (Amreli) ગોળ દવાખાના ખાતે ખસેડવામાં આવી હતી. બપોરના 12 વાગ્યાના સમય આસપાસ બાળકીને હોસ્પિટલ (Hospital) ખાતે પહોંચાડવામાં આવી અને તેને તાત્કાલિક ધોરણે ઓપરેશન રૂમમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ દૂરબીન (Binoculars) દ્વારા તેના મોઢામાંથી સિક્કો (Coin) બહાર કાઢવામાં આવ્યો હતો. ડોકટરો દ્વારા કોઈ કટ કે ટાકા ના આવે તેવી યોગ્ય તકેદારી રાખીને ગળામાં દૂરબીન દ્વારા તેના મોઢામાંથી સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ બાળકીના મોઢામાંથી સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ આ બાળકી સ્ટેબલ છે.

ગોળ દવાખાનાના કાન નાક ગળાના સર્જન ડોકટર શાનું ખેર અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગળામાંથી રૂપિયાનો સિક્કો બહાર કાઢતા તેનો જીવ બચાવ્યો હતો. તેવામાં બાળકોના અચાનક જ સિક્કાઓ ગળી જવાના બનાવો બનતા હોય છે તેવામાં આ કિસ્સો બાળકોના વાલીઓ માટે એક ચેતાવણીરૂપ છે.

અહેવાલ – ફારૂક કાદરી

આ પણ વાંચો – EXAM: ધોરણ 12 સાયન્સ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ….

આ પણ વાંચો – હરણી બોટ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવી કોર્પોરેશને માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરી સંતોષ માન્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter