+

Porbandar News: શ્રી રામ સિ સ્વિમિંગ ક્લબ દ્વારા ઘૂઘવાતા દરિયામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

Porbandar News: આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી અને ઉત્સાહ સાથે થઈ રહી છે. 26 જાન્યુઆરીના દિવસે ભારતી ઈતિહાસમાં લોકશાહી અને બંધારણની સ્થાપના થઈ હતી. તે સાથે ભારતીય સ્વાતંત્ર્ય સેનાના…

Porbandar News: આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી અને ઉત્સાહ સાથે થઈ રહી છે. 26 જાન્યુઆરીના દિવસે ભારતી ઈતિહાસમાં લોકશાહી અને બંધારણની સ્થાપના થઈ હતી. તે સાથે ભારતીય સ્વાતંત્ર્ય સેનાના બલિદાનને યાદ કરવામાં આવે છે. દેશમાં ખૂણે-ખૂણે ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટેના સંકલ્પ હાથ ધરવામાં આવે છે.

  • દરિયાની વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
  • સતત 22 વર્ષથી આ અનોખી પ્રથા કાર્યરત
  • મુખ્ય હેતું ભય દૂર કરવાનો છે

દરિયાની વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

Porbandar News

Porbandar News

ત્યારે દેશના રાષ્ટ્રપિતા માહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદરમાં ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગણતંત્ર દિવસ નિમિત્તે પોરબંદરના દરિયાની મધ્યમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

સતત 22 વર્ષથી આ અનોખી પ્રથા કાર્યરત

Porbandar News

Porbandar News

આ અવિશ્વનીય બહાદુરીનું કામ રામ સિ સ્વિમિંગ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે રામ સિ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 22 વર્ષથી સતત પોરબંદરના ઘૂઘવાતા દરિયામાં સમંદરની ઉછળતી લહેરોની વચ્ચે રાષ્ટ્રધ્વજને લહેરામાં આવે છે. આ બહાદુરીનું કાર્ય 8 વય ધરાવતાથી લઈને 70-80 વયની પુરુષો દ્વારા કરવામાં આવે છે.

મુખ્ય હેતું ભય દૂર કરવાનો છે

આ કાર્ય માત્ર 26 જાન્યુઆરીએ જ નહીં, પરંતુ 15 ઓગસ્ટના દિવસે પણ કરવામાં આવે છે. આ કાર્ય કરવાનો મુખ્ય હેતું યુવાનો, બાળકો અને દેશવાસીઓના હ્રદયમાંથી સમંદરનો ભય દૂર થાય તે માટે સતત 22 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Freedom Fighter: આણંદમાં સ્વાતંત્ર્ય સેનાનીના યોગદાન કિંમત માત્ર રૂ. 5000

Whatsapp share
facebook twitter