SpaceX Satellite: Elon Musk એ ઈન્ટરનેટ ક્ષેત્રે વધુ એક ક્રાંતિકારી સિદ્ધી હાંસલ કરી છે. Elon Musk ની આગેવાની હેઠળ SpaceX યુનિવર્સલ મોબાઇલ ફોન કનેક્ટિવિટીની સુવિધા આપવા માટે અંતરિક્ષમાં સેટલાઈટના માધ્યમથી પ્રથમ સેટને લૉન્ચ કરવામાં આવ્યો છે.
SpaceX એ અવકાશમાં મોકલ્યો મોબાઈલ ઉપગ્રહ
SpaceX દ્વારા લોન્ચ કરાયેલા આ સેટેલાઈટમાં 21 આધુનિક અદ્યતન Starlink ઉપગ્રહોએ ઉડાન ભરી હતી. જેમાંથી 6 સટેલાઈટ ખાસ કરીને ‘ડાયરેક્ટ ટુ સેલ’ સેવાઓ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. એલોન મસ્કની કંપની SpaceX એ 2022 માં આ 6 વિશેષ સેટેલાઈટની જાહેરાત કરી હતી.
SpaceX Satellite
આ ઉપગ્રહોનું શું થશે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઉપગ્રહો વિશે માહિતી આપતી વખતે જણાવ્યું હતું કે, વૈશ્વિક કનેક્ટિવિટી સુધારવા અને ડેડ ઝોનને દૂર કરવાના મિશન પર ડાયરેક્ટ-ટુ-સેલ ક્ષમતા સાથે 6 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે.
SpaceX Satellite
Elon Musk એ શું કહ્યું?
SpaceX ના માલિક એલોન મસ્કએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, હવે, પૃથ્વી પર ગમે ત્યાં મોબાઇલ ફોન કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ નવા મિશનની સફળતા પછી પ્રારંભિક તબક્કામાં યુનાઇટેડ સ્ટેટ્સની અંદર T-Mobile ના નેટવર્ક પર સામાન્ય 4G LTE ફોન પર પરીક્ષણ કરવામાં આવશે. જો આ પરીક્ષણો સફળ થશે, તો ટેક્સ્ટ મેસેજિંગ સેવા આ વર્ષના અંતમાં ઘણા દેશોમાં લાઇવ થઈ થશે.
2025 સુધીમાં SpaceX ની યોજના શું છે?
ભવિષ્યમાં સેવાઓનું વિસ્તરણ કરવા માટે SpaceX 2025 સુધીમાં ટેક્સ્ટ મેસેજિંગ તેમજ વૉઇસ, ડેટા અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) કનેક્ટિવિટી સક્ષમ કરવાની યોજના બનાવા જઈ રહી છે. આ તમામ સુવિધાઓ ડાયરેક્ટ ટુ સેલ સેટેલાઇટના સફળ સક્રિયકરણ પછી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Tesla 2024 માં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલવા માંગે છે