ગુજરાતમાં છેલ્લા 63 વર્ષથી દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ હવે ગુજરાતમાં આવું નહીં થાય. જીહા, ગુજરાત સરકારના નવા નિર્ણય મુજબ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ રહેશે. હવે આ મુદ્દે કોંગ્રેસના નેતા અમિત ચાવડા આકરા મુડમાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે, આ ગાંધીનું ગુજરાત છે. તેમણે આગળ કહ્યું કે, રાજ્યમાં શાંતિ અને સલામતી પાછળ દારૂબંદી કાયદાનું સૌથી મોટું યોગદાન છે. ગુજરાતના લોકો ધંધા રોજગાર માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. રાજ્યમાં અનેક રોજગાર માટે વેપારીઓ બહારથી આવે છે. પણ કોઇ સરકારે એવું નથી વિચાર્યું કે વ્યાપારને આકર્ષવા માટે દારૂની છૂટ આપવી જોઇએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ