+

ગરબાની રમઝટ અને પતંગના બેકગ્રાઉન્ડ સાથે ગુજરાત ટાઈટન્સનો લોગો થયો લોન્ચ

IPLના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે ડિજિટલ વર્લ્ડમાં લોગો લોન્ચ ઈવેન્ટનું આયોજન કર્યું  હતું. 'ગુજરાત ટાઈટન્સ'ની ટીમે IPLના ઈતિહાસમાં પહેલીવાર મેટાવર્સનો ઉપયોગ કરી લોગો લોન્ચની ઈવેન્ટ યોજી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા, કોચ આશિષ નહેરા અને શુભમન ગિલના ડિજિટલ અવતાર જોવાં મળ્યાે. આજે સાંજે 5 વાગ્યે ગુજરાત ટાઈટન્સ ટીમે મેટાવર્સના માધ્યમથી લોગો લોન્ચ કર્યો હતો. .ડિજિટલી અવતારમાં શુભ
IPLના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે ડિજિટલ વર્લ્ડમાં લોગો લોન્ચ ઈવેન્ટનું આયોજન કર્યું  હતું. ‘ગુજરાત ટાઈટન્સ’ની ટીમે IPLના ઈતિહાસમાં પહેલીવાર મેટાવર્સનો ઉપયોગ કરી લોગો લોન્ચની ઈવેન્ટ યોજી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા, કોચ આશિષ નહેરા અને શુભમન ગિલના ડિજિટલ અવતાર જોવાં મળ્યાે. આજે સાંજે 5 વાગ્યે ગુજરાત ટાઈટન્સ ટીમે મેટાવર્સના માધ્યમથી લોગો લોન્ચ કર્યો હતો. .

ડિજિટલી અવતારમાં શુભમ ગભરાયો 
ઇવેન્ટની શરૂઆતમાં શુભમન મેટાવર્સમાં આવીને ગભરાયેલો દેખાયો. ડિજિટલી અવતારમાં શુભમને કહ્યું કે, અરે આ હું ક્યાં આવી ગયો. ત્યાર પછી હાર્દિક અને નેહરા આવી જતા બંનેએ સમજાવ્યું કે આ મેટાવર્સ છે. જ્યાં આપણે ગુજરાતની ટીમનો લોગો લોન્ચ કરવા આવ્યા છીએ. લોગો લોન્ચ થયા પછી ટીમના કેપ્ટન આશિષ નહેરા, હાર્દિક પંડ્યા અને શુભમન ગિલએ ગરબાની રમઝચ બોલાવી હતી. આ ઇવેન્ટમાં બેકગ્રાઉન્ડ સાઉન્ડ પણ ગુજરાતી તાલ તથા ઢોલ નગારાનો હતો. જેમાં લોગો આવતાની સાથે જ ખેલાડી અને કોચ ગરબા ગાવા લાગ્યા હતા


મેટાવર્સ શું છે?
મેટાવર્સ એક પ્રકારની આભાસી ડિજિટલી પ્લેફોર્મ છે. આ દુનિયામાં તમે  ટેક્નોલોજીની મદદથી  વર્ચ્યુઅલ આઈડેન્ટિટી દ્વારા ડિજિટલ વર્લ્ડમાં એન્ટર કરી શકો છે. આ પેરેલલ વર્લ્ડમાં તમે ફરવાથી લઇને ખરીદી સુધી એન્જોય કરી શકો છો. આ ડિજિટલ આઇડી પર તમે નવાં મિત્રો પણ બનાવી શકો છે. 

IPLના ઈતિહાસમાં પહેલીવાર મેટાવર્સનો ઉપયોગ 
ગુજરાત ટાઈટન્સની ટીમે IPLના ઈતિહાસમાં પહેલીવાર મેટાવર્સનો ઉપયોગ કરી લોગો લોન્ચની ઈવેન્ટ યોજી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા, કોચ આશિષ નહેરા અને શુભમન ગિલના ડિજિટલ અવતાર જોવાં મળ્યા. આજે સાંજે 5 વાગ્યે ગુજરાત ટાઈટન્સ ટીમે મેટાવર્સના માધ્યમથી લોગો લોન્ચ કર્યો હતો. આ અંગે ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે IPLના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે ડિજિટલ વર્લ્ડમાં લોગો લોન્ચ ઈવેન્ટનું આયોજન કર્યું છે.

‘ ગુજરાત ટાઈટન્સ ‘નામને  લઈને પણ ટીમે ઘણું રિસર્ચ કર્યું
IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ટીમના પાર્ટનર સિદ્ધાર્થ પટેલે નામને લઈને વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સ નામને લઈને અમે ઘણું રિસર્ચ કર્યું હતું. નામમાં ગુજરાતની ઈમેજને કેવી રીતે રજૂ કરી શકાય તે માટે  માટે એક એજન્સી હાયર કરી હતી. ટીમના કેપ્ટન હાર્દિકે પણ કહ્યું હતું કે મારો પરિવાર ગુજરાતમાં છે.મને ગુજરાતી હોવાનો ગર્વ છે. 
Whatsapp share
facebook twitter