અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી
અંબાજી મંદિર ખાતે પૂનમનુ વિશેષ મહત્વ હોય છે, ત્યારે આજે અંબાજી મંદિર ખાતે રાખડી પૂનમે માતાજીના મંદિરે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં રવિવારે અને પૂનમે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આજે પૂનમે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યો હતુ.
ભગવાનને રાખડી બાંધવામાં આવી
આજે રાખડી પૂનમે અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીને રાખડી બાંધવામાં આવી હતી. માતાજીની ગાદીમાં પણ ભગવાનને રાખડી બંધાઇ હતી. અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં પણ ગણપતિ દાદાને રાખડી બંધાઈ હતી. અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવમાં પણ હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં શિવ ભક્તો માતાજીના દર્શનની સાથેસાથે મહાદેવના પણ દર્શન કરવા આવી રહ્યા છે અંબિકેશ્વર મહાદેવમાં પણ આજે રાખડી પૂનમે રાખડી બાંધવામાં આવી હતી.
માતાજીને રાજભોગ ધરવામાં આવ્યો
અંબાજી મંદિરમાં બપોરે માતાજીને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો.સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવે છે આ રાજભોગ ધરાવ્યા બાદ નાગર – મોઢ બ્રાહ્મણો દ્વારા માતાજીને થાળ ધરાવવામાં આવે છે. નાગર અને મોઢ બ્રાહ્મણો વર્ષોથી માતાજીને થાળ ધરાવે છે, પૂનમે માતાજીને વધુ થાળ મંદિરમાં ધરાવાય છે.
મોટી સંખ્યામાં માઈભક્તો પધાર્યાં
ગુજરાત બહારના અને ગુજરાતના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે નાગર અને વિવિઘ બ્રાહ્મણો પણ મોટી સંખ્યામાં મંદિરમાં દર્શનાર્થે આવે છે અને થાળ ધરાવે છે. અંબાજી મંદિરમાં હાલમાં આવતા ભક્તો ઘંટારવ કરી શકે છે અને ઘંટ વગાડી શકે છે તે માટે અંબાજીના એક ભક્ત દ્વારા મુહિમ પણ ચલાવવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. આજે અંબાજી મંદિરની હવનશાળા મા ભક્તો હવન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા.
શું કહ્યું ભટ્ટજી મહારાજે?
અંબાજી મંદિર ભટ્ટજી મહારાજ તન્મય ઠાકરજીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે 6:00 વાગે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ માતાજીને રાખડી બાંધવામાં આવી હતી બપોરે માતાજીને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો.
શું કહ્યું શ્રદ્ધાળુંએ?
અંબાજી આવેલા એક ભક્ત સુનીલભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આજે રાખડી પૂનમે ભક્તો દર્શન કરવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લાં 23 વર્ષ થી મંદીર મા ભક્તો ઘંટારવ કરી શકતા ન હતા અને છેલ્લા 70 દિવસની મુહિમ બાદ ભક્તો અંબાજી મંદિર ખાતે ઘંટારવ કરી ધન્ય થઈ રહ્યાં છે. અંબાજી મંદિર દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે.
આ પણ વાંચો : રક્ષાબંધનનું પર્વ ફળ્યું, અંબાજી બસ ડેપોમાં એક દિવસમાં થઈ અધધધ… 26 લાખની આવક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.