Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : બેફામ વાહન હંકારવાનો શોખ હોય તો આ વાંચી લેજો,  હિટ એન્ડ રનના આરોપીને પાસામાં ધકેલાયો

10:04 AM Aug 29, 2023 | Vipul Pandya
અહેવાલ—રાબિયા સાલેહ, સુરત
સુરત (Surat )માં વધતા અકસ્માતો ને ધ્યાને લઈ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા લાલબત્તી સમાન કાર્યવાહી કરવામાં આવી છે. બેફામ વાહન હાંકનારાઓ માટે આ કાર્યવાહી એક ચેતવણી સ્વરૂપ છે. કારણ કે રાજ્યમાં પહેલી વખત હિટ એન્ડ રનના કેસમાં 27 વર્ષના યુવાન સામે સુરત પોલીસનો પાસાનો આદેશ આવતા બેફામ રીતે વાહન હંકાનારાઓમા ફફડાટ ફેલાયો છે.
કાયદાનો ડર બેસાડવા માટે સુરત પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી
ડ્રીંક કરી ડ્રાઇવ કરનારાઓમાં કાયદાનો ડર બેસાડવા માટે સુરત પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.જેલની સજા બાદ પણ ફરી અક્સ્માત કરનારા નબીરાઓમાં તથા બેફામ વાહન હાંકનારાઓમાં કાયદાનો ડર નહીં હોય તેમ તેઓ બેફામ બની લોકો ના જીવન સાથે રમત રમે છે. લોકો હાલ કાયદાનું ભાન ભૂલ્યા હોય તેમ હિટ એન્ડ રનની ઘટનાને અકસ્માત સાબિત કરી પૈસાના જોરે બહાર નીકળી જાય છે, પરંતુ સુરત પોલીસે હિટ એન્ડ રનના આરોપીઓની સામે કડક કાર્યવાહી કરી છે, જેનાથી પુર ઝડપી વાહન હંકારનારા ઓમા કાયદાનો ધાક ઉભો થશે.

હિટ એન્ડ રનના આરોપી સાજન પટેલને પોલીસે પાસામાં ધકેલી દીધો
સાજન પટેલ પર થયેલી કાર્યવાહી અન્ય લોકો માટે એક ચેતવણી કહી શકાય છે.સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગત મહિને બીઆરટીએસ રૂટમાં નશામાં ચકચૂર યુવકે પૂરપાટ ઝડપે કાર હંકારી ૩ બાઇકને ઉડાવી હતી,સાથે જ અન્ય યુવકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. હિટ એન્ડ રન કરી બેફામ બનનાર આરોપી સાજન પટેલને પોલીસે પાસામાં ધકેલી દીધો છે. હિટ એન્ડ રનના કેસમાં પાસા હેઠળ કાર્યવાહીનો સમગ્ર રાજ્યમાં આ પહેલો કિસ્સો હોવાનું પોલીસે જણાવ્યું છે.
કારે એક પછી એક ૩ બાઇકને ધડાકાભેર ઉડાવી દીધી હતી
અમદાવાદનાં તથ્યકાંડ બાદ તુરત જ ઘટના બની હોવાથી સુરત પોલીસ સર્તક હતી, તેથી પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ હતી.ગત મહિને રવિવારે કાપોદ્રામાં શ્રીરામ મોબાઇલ શોપ પાસે બીઆરટીએસ રૂટમાં લાલ કલરની સ્વીફ્ટ કારે ગંભીર અકસ્માત સર્જયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે એક પછી એક ૩ બાઇકને ધડાકાભેર ઉડાવી દીધી હતી અને બાદમાં કાર પોલ અને પીપડા સાથે ટકરાવી દીધી હતી. એક બાઇકને ઉડાવ્યા બાદ પણ કારચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી બાદમાં અન્ય બે બાઇકને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં છ યુવકોને ઇજા થઇ હતી.અક્સ્માત થતા લોકોએ એકત્ર થઇ કાર ચાલકને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. સ્થળ પર પહોંચેલી કાપોદ્રા પોલીસે કારચાલક સાજન સન્ની રાકેશ પટેલ ની ધરપકડ કરી હતી.બેફામ રીતે ડ્રીંક કરી કાર હંકારી લોકો ની જિંદગી જોખમમાં મુકાય ,યુવકોને ઇજાગ્રસ્ત કર્યા જે બદલ બેદરકારીનો અને ડ્રીંક એન્ડ ડ્રાઇવનો એમ બે ગુના પોલીસે નોંધ્યા હતા.આ તમામ ઘટના ને ધ્યાને રાખી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે નશો કરી અકસ્માત કરી નિર્દોષોની જિંદગી જોખમમાં મુકવાના કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
સમગ્ર રાજ્યમાં આ પહેલો કેસ
સમગ્ર રાજ્યમાં આ પહેલો કેસ હોવાનું જાણવા મળે છે.સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે સાજન પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. અકસ્માત અને હિટ એન્ડ રનના બનાવમાં પાસા હેઠળ કાર્યવાહીનો કિસ્સો હિટ એન્ડ રન કરનારા ઓ માટે ચેતવણી છે.