Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની 10 કલાક વીજળી આપવા માગ

05:20 PM Aug 24, 2023 | Vipul Pandya
અહેવાલ–રાબિયા સાલેહ, સુરત
  • દસ કલાક વીજળી આપવા માંગ
  • ઉર્જામંત્રી કનુ દેસાઈને લખવામાં આવ્યો પત્ર
  • ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા શેરડી,ડાંગર અને શાકભાજીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત
  • 10 કલાક વીજળી આપવામાં આવે તો પાકને પૂરતું પાણી મળી શકે
  • દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી.
  • હાલ શેરડીના નવા વાવેતરની શરૂવાત
  • ખેડૂતો દ્વારા 1 લાખ એકરમાં શેરડીના પાકનું વાવેતર કરાય છે
  • દક્ષિણ ગુજરાતમાં 1.50 લાખ એકરમાં ડાંગરનો પાક
  • ડાંગરના પાકને પાણીની વિશેષ જરૂરિયાત
  • છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલી
  • ખેતીપાક માટે 8 ને બદલે 10 કલાક વીજળી આપવા ઊર્જામંત્રીને રજૂઆત 
ચોમાસાને કારણે અવારનવાર વીજળી (electricity) ગુલ થતાં ખેતી પાકમાં ભારે નુકશાન સાથે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાની રાવ ઉઠી છે.સતત આઠ થી નવ ક્લાકના સમયગાળામાં વીજળી જતા ખેડૂતો અટવાયા છે.જે બાદ ખેડૂતો દ્વારા વીજળી નો સમય વધારવાની માગ કરાઇ છે.
 ખેતી પાક માટે પૂરતું પાણી મળતું નથી
આ અંગે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે દર ચોમાસામાં વીજળી ગુલ થવાની સમસ્યા રહે છે પરંતુ આ વખતે આ સમસ્યા વધી ગઈ છે. જેના કારણે ખેતી કામમાં હવે ભારે તકલીફ પડી રહી છે.રોજિંદા ૮ થી ૯ કલાક વીજળી મળે છે. પરંતુ હાલમાં કેટલાક વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થઈ રહી હોવાથી ખેતી પાક માટે પૂરતું પાણી મળવામાં મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ,
ઊર્જામંત્રી કનુ દેસાઈને પત્ર લખી રજૂઆત
ખેતીપાક માટે 8 ક્લાકને બદલે 10 ક્લાક વીજળી મળે તેવા હેતુસર ખેડૂત અગ્રણી જયેશ પટેલે દ્વારા ઊર્જામંત્રી કનુ દેસાઈને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.આ અંગે ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે આ વખતે પણ સુરતમાં ચોમાસુ ડાંગરની સાથે શેરડીનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે ડાંગરનું વાવેતર ૧.૨૦ લાખ એકરમાં કરવામાં આવ્યું છે જ્યારે શેરડી નું ૧ લાખ એકરમાં વાવેતર કરાયું છે. વીતેલા ૨૪ દિવસથી વરસાદ નહીં પડતાં ડાંગરના પાકને પાણી પીવડાવવા માટે ખેડૂતો નહેર અથવા બોરવેલ પર આધાર રાખવા મજબુર બન્યા છે. હવે જ્યાં પિયતની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાંના ખેડૂતો નહેરમાંથી પાણી લઈને ડાંગરને પાણી આપી રહ્યા છે, પરંતુ જ્યાં પિયતની સુવિધા નથી તેવા વિસ્તારોમાં ખેડૂતો એ સંપૂર્ણપણે બોરવેલ ઉપર આધાર રાખવો પડે છે. બોરવેલ માટે વીજળીની જરૂર પડે છે.
ખેડૂતોની માગ સ્વીકારાય તેવી આશા 
આવા કપરા સમયે ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને રાખી 8 કલાકને બદલે 10 કલાક માટે વીજળી આપવા ખેડૂત આગેવાન જયેશ પટેલે ઊર્જામંત્રી કનુ દેસાઈને લેખિતમાં રજૂઆત કરી છે.હાલ ખેડૂતોની માગ સ્વીકારાય તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે..