+

Surat :  મેટ્રોની કામગિરીમાં ફરિયાદોના પગલે અંડર ગ્રાઉન્ડ ટનલની શાસકોએ મુલાકાત લીધી 

અહેવાલ–રાબિયા સાલેહ, સુરત યુનિક એવા મેટ્રો પ્રોજેક્ટને લઈ શાસકો દોડતા થયા  મેટ્રોના કારણે થતી સમસ્યા ને ધ્યાને રાખી અંદર ગ્રાઉન્ડ ટ્રનલની વિઝીટ કરાઇ  શહેરભરમાં મેટ્રોના આડેધડ બેરિકેડને કારણે લોકોને હાડમારી…
અહેવાલ–રાબિયા સાલેહ, સુરત
  • યુનિક એવા મેટ્રો પ્રોજેક્ટને લઈ શાસકો દોડતા થયા 
  • મેટ્રોના કારણે થતી સમસ્યા ને ધ્યાને રાખી અંદર ગ્રાઉન્ડ ટ્રનલની વિઝીટ કરાઇ 
  • શહેરભરમાં મેટ્રોના આડેધડ બેરિકેડને કારણે લોકોને હાડમારી થતી હોવાની બૂમ 
  • સ્થિતિનો ખ્યાલ આવે અને પ્રજાની મુશ્કેલીમાં રાહત થાય તેવું આયોજન કરાવવા માંટે શાસકો મેટ્રોની મુલાકાત લેવા નીકળ્યા 
સુરત (Surat) શહેર મિની ભારત તરીકે ઓળખાય છે.અને અસંખ્ય પ્રોજેક્ટ્સની કામગીરી હાલ સુરતમાં ચાલી રહી છે. યુનિક કહી શકાય તેવા પ્રોજેક્ટ્સ થકી સુરત શહેરને નવી ઓળખ મળી રહે તે દિશામાં હાલ કામગીરી ચાલી રહી છે, પરંતુ યુનિક અને નવા એવા મેટ્રો પ્રોજેક્ટને લઈ ફરિયાદો આવતા શાસકો દોડતા થયા છે.
અંડર ગ્રાઉન્ડ ટ્રનલની મુલાકાત
આ પ્રોજેક્ટર થકી સુરતની શાનમાં વધારો થશે તે વાતમાં કોઈ બે મત નથી.પંરતુ મેટ્રોના રાઉન્ડ પર નીકળનારા શાસકો પ્રજાને પડતી મુશ્કેલીઓ ઉકેલશે કે પછી આંખ આડા કાન કરશે તેના પર સૌની નજર રહેલી છે..જો કે, આ મુલાકાતમાં શાસકોને પણ મેટ્રોના આડેધડ બેરિકેડને કારણે લોકોને થતી હાડમારીનો ખ્યાલ આવે છે કે કેમ અને પ્રજાની મુશ્કેલીમાં રાહત થશે કે પછી પ્રજા ની મુશ્કેલી વધશે. આ તમામ વચ્ચે સુરત મહાનગર પાલિકાના શાસકો મેટ્રો ની વિઝીટ કરવા નીકળ્યા છે.જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ સાથે કોર્પોરેટરોએ મેટ્રોના કારણે થતી સમસ્યાને ધ્યાને રાખી અંડર ગ્રાઉન્ડ ટ્રનલ સહિતની મુલાકાત લીધી હતી.
લોકોને હાડમારી થતી હોવાની ફરીયાદો આવી હતી
આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જુદા જુદા ફેઝમાં કામગીરી થઈ રહી છે.ત્યારે આ પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લેવા નીકળ્યા છે..વધુમાં કોર્પોરેટરો એ કહ્યું હતું કે મેટ્રોના આડેધડ બેરિકેડને કારણે લોકોને હાડમારી થતી હોવાની ફરીયાદો આવી હતી જે બાદ એ સ્થિતિ નો ખ્યાલ આવે અને પ્રજાની મુશ્કેલીમાં રાહત થાય તેવું આયોજન કરાવવા માંટે સ્ટેન્ડિંગ ચેરમેન સાથે કોર્પોરેટરો વિઝીટ પણ નીકળ્યા છે. જો કે અન્ય કોર્પોરેટર એ કહ્યું હતું કે હાલ પ્રજા ની મુશ્કેલી દૂર કરવા જ્યાં જ્યાં કામગીરી પૂરી થઈ હોય ત્યાં બેરિકેટ હટાવવા સૂચના આપી છે.જેના થી શહેરીજનો ને રાહત થઈ શકે છે..
હાલ તો પ્રજા ની મુશ્કેલી દૂર કરવાના મોટા દાવા પાલિકાના શાસકો દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ મેટ્રોની આ વિઝીટ કેટલી સફળ રહે છે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે..
Whatsapp share
facebook twitter