Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતના પત્રિકા કાંડમાં સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકના બે મોબાઇલ ફોન જપ્ત 

09:03 AM Aug 12, 2023 | Vipul Pandya
સુરત–રાબિયા સાલેહ, સુરત
  • ભાજપ પ્રદેશ પ્રમુખને બદનામ કરવાના  મામલે મોટા માથાઓના નવા ખુલાસા થવાની શક્યતા
  • સુમુલ ડેરીના ઉપ પ્રમુખની બે દિવસ કરાઈ છે પુછપરછ
  • BJP મોવડી મંડળને બદનામ કરવાનો પ્રકરણમાં રાજુ પાઠકના બે ફોન પોલીસે કબજે કર્યા
  • બંને મોબાઇલ ફોન FSLમાં મોકલાશે
  • મોબાઇલ ફોન FSLમાં જવાની ચર્ચા એ અન્ય મોટા માથાઓના જીવ અધ્ધર થયા
સુરતના પત્રિકા ચકચારી પ્રકરણમાં પોલીસે તપાસ તેજ કરી છે. ત્રણની ધરપકડ બાદ પત્રિકા કાંડમાં છુપાયેલા વિરોધી મોટા માથાઓની સંડોવણી શોધવાનું શરૂ કરાયું છે. સૌપ્રથમ પોલીસે પ્રખ્યાત એવા સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ કરી હતી.  હવે તપાસ ઝડપી બનાવવા સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકના બે મોબાઇલ ફોન તપાસના કામે કબજે લેવામાં આવતા ચકચાર મચી છે. ફોનમાં કશું શંકાસ્પદ છે કે નહિ તેની પૂરી ખાતરી કરાશે,સાથે બન્ને મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં મોકલવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું.
રાજુ પાઠકના બંને મોબાઇલ ફોન FCL માં મોકલાશે
BJP મોવડીમંડળને બદનામ કરવાના પ્રકરણમાં રાજુ પાઠકના બે ફોન કબજે કરાતા અન્ય મોટા માથામાં ગભરાટ ફેલાયો છે. રાજુ પાઠકની પૂછપરછ થતાં જ સુમુલ ડેરી ચર્ચાનો વિષય બની ગઈ હતી, જે બાદ સુમુલના કેટલાક મોટા હોદ્દા લઈને બેસેલા લોકો શહેર છોડીને બહાર ગયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે,

ખોટા આક્ષેપ સાથેની પત્રિકા ફરતી થતાં પોલીસ કામે લાગી
ખોટા આક્ષેપ સાથેની પત્રિકા ફરતી થતાં પોલીસ કામે લાગી ગઈ છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ધારાસભ્યો સહિતના આગેવાનો વિરુદ્ધ ખોટા આક્ષેપ સાથેની પત્રિકા પેનડ્રાઇવ મારફત પાર્ટીના સાંસદ તથા આગેવાનોને મોકલવાના ચકચારી પ્રકરણમાં અન્ય નવા ખુલાસા થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન રાકેશ સોલંકી સહિતના ત્રણ આરોપીઓની પહેલા થી જ ધરપકડ થઈ ચૂકી છે ત્યાર બાદ હવે ભાજપના આગેવાન અને સુમુલ ડેરીની ઉપ પ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.પોલીસે શુક્રવારે તેમની મેરેથોન પૂછપરછ કર્યા બાદ તેમને ફરી આવું પડશે સાથે જ તેમના મોબાઇલમાં કઈ શંકાસ્પદ નીકળશે તો ફરીથી પૂછપરછ હાથ ધરાશે એવું કહી બંને મોબાઇલને કબજે કરાયા હતા, તેમના બંને મોબાઇલ ફોન પણ કબજે લીધા બાદ હવે તેની તપાસ કરવા પાછળ પોલીસ લાગી ગઈ છે.

પેનડ્રાઇવને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું
પત્રિકા કાંડમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ માત્ર મ્હોરાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે . તેમની પાછળ મોટા માથા હોવાને લઈ રાજુ પાઠકને ક્રાઇમ બ્રાન્ચ સુધી આવું પડ્યું છે.જેની ચર્ચા હવે ગુજરાતમાં થઇ રહી છે. ખોટા આક્ષેપોવાળું લખાણ પેનડ્રાઇવ મારફત રાજ્ય તથા દેશના અલગ અલગ નેતાઓને મોકલ્યા બાદ ભાજપ ગુજરાત અધ્યક્ષ ઉપરાંત સંદીપ દેસાઈ તથા બીજા કેટલાક ધારાસભ્યોની ખોટી બદનક્ષી રજૂ કરતી પેનડ્રાઇવને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
વિરોધી મોટા માથાની ઊંઘ હરામ
એટલુજ નહિ ગુજરાત ભાજપના તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશ સોલંકી, ખુમાન પટેલ અને દીપુ યાદવની ધરપકડ બાદ થયેલી કાર્યવાહી એ અન્ય વિરોધી મોટા માથાની ઊંઘ હરામ કરી છે. અને પાર્ટીના જ આગેવાનો હોવાની વાતો વચ્ચે પોલીસની તપાસ જાણે એક એક પગલું આગળ વધી રહી હોય તેમ કાર્યવાહીનો દોર શરૂ થયો છે.