Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં વિદ્યાર્થીનીને આત્મહત્યા માટે મજબૂર કરનાર શિક્ષીકા અને આચાર્યની ધરપકડ 

08:16 PM Jun 26, 2023 | Vipul Pandya
અહેવાલ—ઉદય જાદવ, સુરત
સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલ સંસ્કાર વિદ્યા સંકુલના નર્સિંગ વિભાગમાં અભ્યાસ કરતી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. સમગ્ર મામલે હવે પોલીસે એક્શનમાં આવી સંચાલકો સામે ગુનો નોંધી સંકુલના આચાર્ય અને ટોર્ચર કરનાર શિક્ષકની ધરપકડ કરાઈ હતી.
નર્સિંગની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બાલેશ્વર ગામે શિક્ષણનું ધામ ગણાતા સંસ્કાર વિદ્યા સંકુલ વિવાદમાં સપડાઇ હતી.  સંસ્કાર વિદ્યા સંકુલમાં વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે અને આ અભ્યાસક્રમો પૈકી ગામડાની યુવતીઓ નર્સિંગ માટે પણ અભ્યાસ કરવા આવે છે.  આ યુવતીઓ પૈકી બારડોલી તાલુકાના કિકવાડ ગામની સોનલ જીતેશભાઈ ચૌધરી નામની યુવતી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી એ આત્મહત્યા કરી લેતા  ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. ઘટના બાદ પરિવારજનો તેમજ ગ્રામજનો એ ન્યાયિક તપાસની માંગ કરી હતીઅને મોડી રાત્રે મૃતદેહને પણ પી.એમ માટે નહીં જવા દેવાયો હતો. આખરે પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવતીના પરિવારજનો ની ફરિયાદ લઇ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો હતો.

આચાર્ય તેમજ યુવતીને ટોર્ચર કરનાર શિક્ષિકાની ધરપકડ
સોનલ ચૌધરીને કોઈ પણ જાતની બિમારી નહીં હોવાનું પરિવારજનો એ જણાવ્યું હતું.  પરંતુ હોસ્ટેલમાં સોનલ ચૌધરી સામે વિવિધ પ્રકારના ચોરીના આક્ષેપો મૂકીને હેરાનગતિ કરાતી હોવાની પરિવારજનોએ કેફિયત રજૂ કરી હતી. જેથી ઘટનાની ગંભીરતા ને પગલે પોલીસે સંસ્કાર વિદ્યા સંકુલના આચાર્ય તેમજ યુવતીને ટોર્ચર કરનાર શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે.