Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જૂનાગઢમાં પોલીસ પર હુમલો ,જૂથ દ્વારા વાહનોમાં કરાઈ તોડફોડ

12:00 AM Jun 17, 2023 | Hiren Dave

જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણ થયું છે. અસામાજિક તત્વોએ વાહનોમાં આગચંપી કરી. DySP સહિત પોલીસના અનેક કર્મીઓ પણ ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

મિલકતના ડિમોલેશનને લઈને પોલીસ અને એક જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બીચક્યો હતો. અસામાજિક તત્વોએ મજેવડી પોલીસચોકી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ડીવાયએસપી, PSI અને પોલીસ કર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા હતા. સરકારી ગાડીમાં આગ ચંપાઇ છે. STબસ ને પણ નુકશાન પહોંચાડ્યુ. રસ્તા પર એસટી બસ પર પથ્થરમારો કરાયો હતો. જે દરમ્યાન બસમાં બેઠેલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈ કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. પોલીસ દ્વારા ટીયરગેસ પણ છોડવામાં આવ્યા છે.

 

મજેવડી ખાતે આવેલી દરગાહને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ કોઈ પ્રત્યુતર નહીં મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે દરમ્યાન પોલીસ સાથે ઘર્સરણ થયું હતું. આ દરમ્યાન સરકારી વાહનોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. સોડાની બોટલ અને પત્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

 

આપણ   વાંચો –આંગણવાડી કાર્યકરો દ્વારા શેલ્ટર હોમમાં કરાઈ ઉમદા કામગીરી