Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં પાણીની અછતોના અહેવાલો વચ્ચે આ જિલ્લામાં છે ઉલ્ટી ગંગા, 3 ડેમોમાં છે પુરતુ પાણી

12:03 AM May 21, 2023 | Viral Joshi

જૂનાગઢ જીલ્લા અને શહેર માટે હાલ પાણીની પુરતી વ્યવસ્થા છે, શહેરને પાણી પુરૂં પાડતા 3 ડેમોમાં પુરતું પાણી ઉપલબ્ધ છે તો જીલ્લાને પાણી પુરૂં પાડતાં 18 ડેમો પૈકી 4 ડેમોમાં 30 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે તેથી વરસાદ ખેંચાઈ તો પણ પાણી માટે કોઈ સમસ્યા ઉભી નહીં થાય તેવું તંત્રનું માનવું છે. તેમ છતાં જો જીલ્લામાં અને શહેરમાં પાણીની ઘટ પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે જૂનાગઢ જીલ્લામાં જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ જાય છે, હાલમાં જીલ્લાના જળસ્ત્રોતોમાં જુલાઈ મહિના સુધી ચાલે તેટલું પાણી છે એટલે પાણીને લઈને કોઈ પ્રશ્નો ઉભા થશે નહીં તેવું તંત્રનું માનવું છે. તેમ છતાં જો વરસાદ ખેંચાઈ અને પાણી માટે કોઈ પ્રશ્નો ઉભા થાય તો નર્મદાના પાણી માટેની તંત્ર દ્વારા માંગણી કરવામાં આવે છે.

જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતાં ત્રણ સ્ત્રોત હસ્નાપુર ડેમ, વિલિંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ માં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જૂનાગઢ શહેરને દરરોજ 34 એમ.એલ.ડી. પાણીની આવશ્યકતા રહે છે તે પ્રમાણે ત્રણેય ડેમમાં પાણીની સ્થિતિ સારી છે અને અંદાજે 60 ટકા જેટલું પાણી હોવાથી ચોમાસાં સુધી ચાલે તેટલું પુરતું પાણી મળી રહે તેમ છે.

જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતાં ડેમો
જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતા 3 ડેમો હસ્નાપુર ડેમ, આણંદપુર ડેમ અને વિલિંગ્ડન ડેમ છે.

જૂનાગઢ જીલ્લાના જળસ્ત્રોતોની વિગત

  • 30 ટકાથી વધુ પાણી છે તેવા 4 ડેમ
  • 20 ટકાથી વધુ પાણી છે તેવા 4 ડેમ
  • 5 ટકા થી ઓછું પાણી છે તેવા 9 ડેમ
  • 60 ટકા થી વધુ પાણી છે તેવો 1 ડેમ
    (જીલ્લામાં ડેમોની સંખ્યા – 18 છે)

નદીઓ
જૂનાગઢ જીલ્લામાં 10 નદીઓ ઓઝત, મધુવંતી, આંબાજળ, જાંજેશ્રી, ઉબેણ, ધ્રાફળ, ખારો, સાબલી, વ્રજમી, લોલ છે.

ચેક ડેમો
જૂનાગઢ જીલ્લામાં અંદાજે ત્રણ હજારથી વધુ ચેક ડેમો છે. જેમાંથી જીલ્લાના સૌથી મોટા ડેમ ઓઝત 2 નું 60 કી.મી. થી વધુનું કેનાલ નેટવર્ક છે. વિસાવદર તાલુકાના ત્રણ ડેમોનું કુલ 60 કી.મી. જેટલું કેનાલ નેટવર્ક છે.

બંધારા
જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકામાં શીલ, શારદાગ્રામ, શેરીયાજ અને સાંગાવાડા એમ કુલ 4 બંધારા છે.

જીલ્લામાં નર્મદાનું ગ્રીડ નેટવર્ક થી પાણી આવે છે
ચાલુ વર્ષે જૂનાગઢની જનતાને પાણી માટે કોઈ તકલીફ પડે તેવી સ્થિતી નથી તેવું તંત્રનું માનવું છે પરંતુ તેની સામે જીલ્લાના 9 ડેમોમાં 5 ટકાથી ઓછું પાણી છે, જો કે દરેક ડેમમાં પીવાના પાણીનો જથ્થો રીઝર્વ રાખવામાં આવતો હોય છે, એટલે પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં રહે, જીલ્લાની સૌથી મોટી ઓઝત 2 સિંચાઈ યોજનામાંથી સિંચાઈ અને પીવાના એમ બન્ને માટે પાણી આપવામાં આવે છે, હાલ ઓઝત 2 માંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે અને સિંચાઈ માટે હવે તે બંધ કરવામાં આવશે ત્યારબાદ માત્ર પીવાના પાણી માટે જ આપવામાં આવશે, એટલે હાવ સિંચાઈ અને પીવાના એમ બન્ન પાણી માટે કોઈ સમસ્યા નથી, જો વરસાદ મોડો થાય તો પણ પીવા માટેનું પુરતું પાણી છે, સિંચાઈ માટે ખેડૂતોને વરસાદની રાહ જોવી પડે તેવું બની શકે આમ જૂનાગઢ જીલ્લામાં હાલ પાણીને લઈને કોઈ ચિંતા જેવું નથી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમમાં ત્રણ બાળકો ડૂબ્યા, શોધખોળ હાથ ધરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.